________________
૧૬ર
ભારતીય અભિલેખવિદ્યા ગઈ હતી ને ત્રયોદશી ચાલતી હતી, તેથી લૌકિક વ્યવહારમાં ગુરુવારે એકાદશી અને શુક્રવારે ત્રદશી (તેરસ) ગણાશે, અથત વચ્ચે કાદશીને ક્ષય થશે.
ક્યારેક તિથિની વૃદ્ધિ પણ થાય છે. દા. ત. એક શુક્રવારે ૫-૫૬ સમયે સૂર્યોદય થયું ત્યાર પહેલાં ૫-૫૬ સમયે ચતુર્દશી શરૂ થઈ હતી, તે તિથિ શુક્રવારે આખો દિવસ ચાલુ રહી, શનિવારે ૫-૫૬ સમયે સૂર્યોદય થયો ત્યારે પણ ચાલુ હતી ને એ પછી ૭–૪૭ સમયે પૂરી થઈ, તેથી સૂર્યોદયની અપેક્ષાએ શુક્રવાર તેમ જ શનિવારે ચતુર્દશી (ચૌદસ) ગણાશે. અર્થાત્ ગુરુવારની ત્રયોદશી અને શનિવારની પૂર્ણિમાની વચ્ચે એક ચતુર્દશીની વૃદ્ધિ થશે. જે વારે તિથિ સમાપ્ત ન થાય તેની તિથિને અર્થાત આ દાખલામાં શુક્રવારની ચતુર્દશીને વૃદ્ધિતિથિ ગણવામાં આવે છે.
તિથિની સંખ્યા મોટે ભાગે અંકોમાં ને કેટલીક વાર શબ્દોમાં દર્શાવાય છે.
વાર
પ્રાચીન કાળમાં શરૂઆતમાં તિથિની સાથે વારનો નિર્દેશ કરવામાં આવતો નહિ. પરંતુ તિથિનાં વૃદ્ધિક્ષય થતાં હોવાથી તેની સાથે વારને નિર્દેશ હોય તો દિવસની વિગત વધુ નિશ્ચિત બને છે. ભારતીય અભિલેખોમાં વારને સથી વહેલો નિર્દેશ બુધગુપ્તના એરણ શિલાતંભલેખ(ઈ. સ. ૪૮૪)માં મળે છે. ગુજરાતમાં મિત્રનાં સોએક દાનશાસનો (ઈ.સ. પ૦૨-૭૬ ૬) પૈકી કઈમાં વાર આપવામાં આવ્યો નથી. ભરૂચના ગુર્જર રાજા જયભટ ૩ જાના નવસારી દાનશાસન(ઈ. સ. ૭૦૬)માં તેમજ જયભટ જ થાના કાવી દાનશાસન(ઈ. સ. ૭૩૬)માં વાર જણાવ્યો. છે. ૩૭ રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનશાસનો (ઈ. સ. ૭૫૭-૯૩૦)માં પણ માત્ર છેલ્લા દાનશાસનમાં વાર આપે છે, ૩૮
જ્યારે સોલંકી રાજાઓનાં દાનશાસનમાં પહેલેથી (ઈ. સ. ૯૮૭થી) તિથિની સાથે વારને ય નિર્દેશ મળે છે. ૯
ભારતમાં વાર સૂર્યોદયથી સૂર્યોદય સુધી ગણાય છે.
વાર સાત છેઃ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. આ નામ ગ્રહો પરથી પડ્યાં છે.
ભારતીય કાલગણનામાં વર્ષના આરંભ અને માસના અંતની બાબતમાં તેમ જ કેટલાક અનિર્દિષ્ટ કે લુપ્ત સંવતની બાબતમાં ઓછીવત્તી અનિશ્ચિતતા રહેતી હોઈ તિથિની સાથે વારનો નિર્દેશ થયો હોય તો એ દિવસ નક્કી કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org