________________
સમયનિર્દેશની જુદી જુદી પદ્ધતિઓ
૧૬૧
ભાસ(મહિના)ને પૂર્ણ થતો ગણવામાં આવે છે. અર્થાત એમાં પહેલાં કૃષ્ણપક્ષ અને પછી શુકલ પક્ષ આવે છે ને માસ પૂર્ણિમા કે પૂણિમાસી તિથિએ પૂરો થતો ગણાય છે. આ પદ્ધતિના માસને “પૂર્ણિમાંત' કહે છે. આ પ્રકારના માસ પ્રાચીન કાલમાં ગુજરાતમાં પ્રચલિત હતા૩૪ ને ઉત્તર ભારતમાં અદ્યાપિ પ્રચલિત છે.
પરંતુ હાલ ગુજરાતમાં માસનો આરંભ શુકલ પ્રતિપદા(પડવા)થી અને અંત અમાવાસ્યા(અમાસ)થી ગણાય છે. આ પદ્ધતિના માસને “અમાંત’ કહે છે. બંને પદ્ધતિઓ ઘણું પ્રાચીન છે.૩૫
પક્ષ
આ રીતે ચાંદ્ર માસના બે પક્ષ હોય છે : શુકલ અને કૃષ્ણ શુદલ પક્ષને માટે શુદ્ધ’ (ઉજજવલ) અને કૃષ્ણ પક્ષને માટે બહુલ” (કૃષ્ણ) શબ્દ પણ વપરાતો. શુકલપક્ષ માટે વપરાતો “સુદિ શબ્દ ખરી રીતે શુદ્ધ-વિને ના સંક્ષિપ્ત રૂપ(રુ. ફિ.)માંથી ને “વદિ શબદ વદુર–ઢિને ના સંક્ષિપ્ત રૂપ(વ. ઉ.)માથી ઉદ્દભવ્યો છે.
અગાઉ કઈ વાર ઋતુના સળંગ પક્ષ ગણતા, તો કઈ વાર માસના દિવસ ૧૫ ની પાર સળંગ ગણાતા ને પક્ષને નિર્દેશ થતો નહિ.
તિથિ
ચાંદ્ર માસનો ૩૦ મો ભાગ તે તિથિ. તિથિ ખરી રીતે સરેરાશ લગભગ ૨૯૩ દિવસની હોય છે, તેથી કયારેક એક એક તિથિને ક્ષય થાય છે. તિથિના આરંભ અને અંતનો ખરી રીતે સૂર્યોદય કે સૂર્યાસ્ત સાથે કંઈ મેળ હોતો નથી, પરંતુ વ્યવહારમાં સૂર્યોદય સમયની તિથિને એ આખા દિવસની તિથિ ગણવામાં આવે છે. ક્યારેક કોઈ તિથિ સૂર્યોદય પછી થોડી વારમાં પૂરી થતી હોય ને એ પછીની તિથિ બીજા દિવસના સૂર્યોદય પહેલાં પૂરી થતાં એ સૂર્યોદય સમયે વળી ત્રીજી જ તિથિ ચાલતી હોય એવું બને છે. ત્યારે સૂર્યોદયની અપેક્ષાઓ વચલી નિથિને ક્ષય થયો ગણાય છે. દા.ત. એક ગુરુવારે સૂર્યોદય પ–૫૪ સમયે હતો ત્યારે એકાદશી હતી, તે ૬-૪૧ સમયે પૂરી થઈ ને દાદશી શરૂ થઈ પરંતુ શુક્રવારે ૫-૫૪ સમયે સૂર્યોદય થયો તે પહેલાં ૩-૨૭ સમયે દાદશી પૂરી થઈ
ભા. અ. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org