________________
૧૬૦
ભારતીય અભિલેખવિદ્યા
સૂર્યની મીન રાશિમાં ચૈત્ર માસનો આરંભ થયે તે પછી મેષ રાશિમાં બે ચાંદ્ર માસનો આરંભ થયો-પહેલાનો મેષ રાશિના ૧લા અંશે અને બીજાનો એ રાશિના ૩૦ મા અંશે. ૩૧ મીનાદિ નિયમ પ્રમાણે આ બંને ચાંદ્ર માસને “વૈશાખ નામ અપાય છે. એમનો પ્રથમ વૈશાખ “અધિક છે ને દ્વિતીય વૈશાખ નિજ' છે.
પરંતુ અહીં જને મેષાદિ નિયમ લાગુ પાડીએ તે ? તો ચૈત્ર માસનું નામ “મૈત્ર” રહેશે, કેમ કે એ માસ સૂર્યની મેષ રાશિમાં પૂરો થાય છે. પરંતુ એ પછીનો ચાંદ્ર માસ પણ “મૈત્ર' કહેવાશે, કેમકે એ માસ પણ મેષ રાશિમાં પુરો થાય છે. પ્રથમ ચૈત્ર મેષ રાશિના પહેલા અંશે ને દ્વિતીય રૌત્ર એ રાશિના ત્રીસમા અંશે પૂરો થાય છે. એ પછી ચાંદ્ર માસ સુર્યની વૃષભ રાશિમાં પુરો થતો હાઈ વૈશાખ કહેવાશે. આમ અહીં મૈત્ર, અધિક વૈશાખ અને દ્વિતીય વૈશાખને બદલે પ્રથમ, ચૈત્ર દ્વિતીય ચૈત્ર અને વૈશાખ ગણાશે. આમાં દ્વિતીય માસ “અધિક હોય છે, આથી વલભીનાં દાનશાસનમાં દિતીય મહિનાઓના જે ઉલ્લેખ આવે છે તે ખરી રીતે અધિક માસના છે. એમાં જેને “દિતીય માર્ગશીર્ષ કહ્યો છે તે વર્તમાન પદ્ધતિએ અધિક પૌષ છે, “દ્રિતીય પૌપ' કહ્યો છે તે અધિક માઘ છે ને દ્વિતીય આષાઢ કહ્યો છે તે આધક શ્રાવણ છે. ૩૨
પ્રાચીનકાળમાં, ખાસ કરીને વૈદિક કાળમાં, માસને માટે ચૈત્રાદિને બદલે બીજાં બાર નામ પ્રચલિત હતાં. એ બાર નામ આ પ્રમાણે છે : મધુ, માધવ, શુક્ર, શુચિ, નભમ, નભસ્ય, ઈષ, ઊર્જા, સહમ્, સહસ્ય, તપસ અને તપસ્ય. ૩૩
જ્યાં સૌર માસ પ્રચલિત છે ત્યાં પણ મોટે ભાગે માસને ચૈત્રાદિ નામે જ ઓળખવામાં આવે છે. તમિળનાડુમાં ચિત્તરાઈ, વૈકાસી વગેરે નામો એ અર્થમાં વપરાય છે. બંગાળામાં પણ મેષાદિ રાશિવાળા માસને વૈશાખાદિ નામે ઓળખે છે. માત્ર કેરલમાં સૌર માસ માટે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુષ, મકર, કુંભ અને મીન-એ બાર રાશિઓનાં નામ પ્રયોજાય છે.
કેટલીક વાર માર્ગશીર્ષ માસને “અગ્રહાયન” કહેતા, કેમ કે એ માસ હાયન(વર્ષ)ના અગ્રે (આરંભે) આવત. રાષ્ટ્રિય પંચાંગમાં સૌર માસ અને
એનાં ચાંદ્ર નામ અપનાવ્યાં છે, પણ તેમાં માર્ગશીર્ષને માટે “અગ્રહાયન' નામ રાખ્યું છે, એમાંના વર્ષને આરંભ ચૈત્રથી થતો હોવા છતાં.
ચાંદ્ર માસનો આરંભ કયા પક્ષથી ગણવો એ બાબતમાં બે ભિન્ન પદ્ધતિઓ પ્રચલિત છે. એક પદ્ધતિમાં જે તિથિએ મામ્ (ચંદ્ર) પૂર્ણ દેખાય, તે તિથિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org