________________
ભારતીય અભિલેખવિદ્યા
અપવાદરૂપે બગાળામાં તેમજ કેરલમાં અને તામિલનાડુના કેટલાક ભાગમાં સૌર માસ પ્રચલિત છે. આથી ત્યાં શુદ્ધ સૌર વર્ષ ચાલે છે એમ કહી શકાય. સામાન્ય રીતે વર્ષની સંખ્યા અ ંકામાં દર્શાવવામાં આવે છે. ગદ્ય લખાણામાં -કેટલીક વાર અને પદ્ય લખાણામાં હમેશાં શબ્દોમાં આપવામાં આવે છે. પદ્યમાં શબ્દ-સકેતેાના ઘણા ઉપયોગ થતા.
૧૫૮
સવસર-વ્યક
ભારતીય કાલગણનામાં વર્ષની સાથે કેટલીક વાર સંવત્સરનું નામ આપવામાં આવે છે, જેમ કે પ્રભવ, વિભવ, શુક્લ, પ્રમાદ,...... ..વિક્રમ,.........વિજય, જય, મન્મથ,... ચૈત્ર, દુતિ, દુંદુભિ...... ક્રોધન અને ક્ષય. આ સંવત્સરના સંખ્યાંક નહિ પણ તેનાં નામ જ પ્રયોજાય છે તે ૬૦ સવત્સર પૂરા થતાં ફરી પ્રથમ સંવત્સરથી ગણાય છે. એવું આ ૬૦ સંવત્સરનું ચક્ર છે.
ખરી રીતે આ સંવત્સર બાઈસ્પત્ય વર્ષ છે, અર્થાત્ બૃહસ્પતિ( ગુરુ )ની ગતિ પરથી ગણાતું. વ છે. ગુરુના ગ્રહ સૂર્યની આસપાસનુ પરિક્રમણ લગભગ ૧૨ વર્ષે પૂરુ કરે છે, અને એથી એ દરેક રાશિમાં લગભગ એક વર્ષ સુધી રહે છે, આ વર્ષે પૂરું ૩૬૫ દિવસનુ નહિ પણ ૩૬૧ દિવસનુ હેાય છે. ઉત્તર ભારતમાં ખરા બાર્હસ્પત્ય વધુ પ્રમાણે આ સંવત્સરે ગણાય છે. એમાં કયારેક એક સંવત્સરને ક્ષય થાય છે. પરંતુ દક્ષિણ ભારતમાં બાર્હસ્પત્ય સંવત્સરનું નામ · જ વપરાય છે, ખરેખર તેા એને બદલે સૌર વર્ષ ગણાય છે.૨૭
કેરલ પ્રદેશના પ્રાચીન અભિલેખામાં ૧૨ વર્ષનાં બા`સ્પત્ય ચક્ર પ્રયાજાયાં છે. એમાં દરેક વર્ષી બૃહસ્પતિની એકેક રાશિ પ્રમાણે ગણાય છે.૨૮ આ સંવત્સરાનાં નામ મહાકાર્ત્તિક, મહામાશી, મહાપૈાષ... .મહાભાદ્રપદ અને મહા
આયુજ એવાં હતાં.૨૯
ભારતીય સવાનાં વર્ષ સામાન્ય રીતે ‘ગત ' (પૂરાં થયેલાં) હોય છે, ‘વર્તમાન’ (ચાલુ) નહિ.
વર્ષના આરંભ કયા મહિનાથી ગણવા » બાબતમાં જુદીજુદી પદ્ધતિએ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં સામાન્ય રીતે વા આરંભ ચૈત્ર માસથી ગણવામાં આવે છે. એ વર્ષને ચૈત્રાદિ' કહે છે. શક સ ંવતનાં વર્ષ બધે ચૈત્રાદિ ગણાય છે. ગુજરાતમાં વિક્રમ સંવતનું વર્ષ કારતકથી શરૂ થાય છે. એને ‘કાર્ત્તિકાદિ' વર્ષ કહે છે. કચ્છ અને હાલારમાં ‘આષાઢાદિ’ વર્ષે પ્રચલિત હતાં. સાર વર્ષના આરંભ મેષ સંક્રાંતિથી ગણવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org