________________
૧૫૦
ભારતીય અભિલેખવિદ્યા
સિક્કાઓ પરનાં લખાણ સરખામણીએ સાદા–સીધાં ગણાય. આઝાદ ભારતના સિકકાઓ પર પણ એવાં જ લખાણ હોય છે.
(૧૧) મુદ્રાંક-લેખો : દાનશાસને સાથે મળતાં મુદ્રાંકમાં રાજમુદ્રાની છાપ અંકિત કરેલી હોય છે. રાજમુદ્રામાં સામાન્ય રીતે ઉપલા ભાગમાં એ રાજવંશનું પ્રતીક અને નીચલા ભાગમાં રાજાનું નામ લખેલું હોય છે.
કેટલીક મોટી મુદ્રાઓમાં આખી વંશાવળી આપી હોય છે, જેમકે નરસિંહગુપ્તના પુત્ર કુમારગુપ્તની ભિટારી મુદ્રામાં. ૭૬ વલભીના મૈત્રકનાં દાનશાસનેના મુદ્રાંકમાં હંમેશાં શ્રી ભટાર્કનું નામ જોવામાં આવે છે. નવસારીના ચાલુ
ક્યોનાં મુદ્રાંકમાં તે તે રાજાનું નામ હોય છે. વાકાટકોનાં દાનશાસન સાથે યુવરાજ-માતા પ્રભાવતી ગુપ્તા, રાજા પ્રવરસેન ૨ જો વગેરેના નામના શ્લેકવાળાં મુદ્રાંક મળ્યાં છે.૭૭ ચક્રવતી હર્ષની મુદ્રામાં ૧૩ પંકિતનું લખાણ છે ને આસામના રાજા ભાસ્કરવર્માની મુદ્રામાં ૧૧ પંક્તિનું. કુમારગુપ્તની જેમ આ રાજાઓની મુદ્રાઓમાં રાજાના પૂર્વજોનાં નામ માતાપિતાનાં નામ સાથે આપવામાં આવે છે. ચોળ રાજાઓના મુદ્રાંકનું લખાણ એક બ્લેક જેટલું જ હોય છે.૭૮
બસાઢ, કાસિયા, સાહેત–માહત, નાલંદા, રાજઘાટ, કેસમ વગેરે પ્રાચીન સ્થળોએ સેંકડો મુદ્રાઓ તથા મુદ્રાંક મળ્યાં છે. એમાંનાં કેટલાંક રાજાઓનાં છે, કેટલાંક અધિકારીઓનાં, કેટલાંક રાજકુલના અન્ય માણસોનાં, તો વળી બીજાં કેટલાંક વિહાર, દેવાલયે, દેવ, શ્રેણીઓ અને ખાનગી વ્યકિતઓનાં છે. એમાં નાલંદાના મહાવિહારનાં મુદ્રાંક ખાસ નોંધપાત્ર છે.
(૧૨) અભિલિખિત ગ્રંથ તથા સુભાષિતો : ક્યારેક કોઈ નાના ધર્મગ્રંથ કે કાવ્યો કે નાટકોને અભિલિખિત કરવામાં આવે છે. કુશિનગરના તથા દેવની મોરીને સ્તૂપમાં બૌદ્ધ સૂત્ર (પ્રવચન) કતરેલાં મળ્યાં છે. અજમેરની એક મજિદમાંના એક લેખમાં લલિતવિગ્રહરાજ' નાટક વગેરેના ખંડ કોતરેલા છે, તો એક બીજા લેખમાં વિગ્રહરાજદેવકૃત “હરકેલિ–નાટકના ખંડ કેતરાયા છે. અમદાવાદના ગીતામંદિરમાં ભગવદ્ગીતાના અઢારેય અધ્યાય કરવામાં આવ્યા છે. દિલ્હીમાં શ્રી. બીરલાએ બંધાયેલા મશહૂર મંદિરમાં અનેક સંતસાધુઓનાં સુભાપિત કોતરેલાં છે. નેતાઓનાં કેટલાંક બાવલું નીચે કયારેક એમની કઈ મહત્તવની ઉક્તિ કેરી હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org