________________
૧૪૮
ભારતીય અભિલેખવિદ્યા
વિષ્ણુવર્ધનના મંદસોર શિલાલેખમાં કૂપનિર્માણની હકીકત આપી છે.૫૯ દૂણ રાજા તોરમાણના સમયને એરણ શિલાપ્રતિમા લેખ નારાયણના શિલાપ્રાસાદના નિર્માણને લગતો છે. ° મિહિરકુલના સમયના ગ્વાલિયર શિલાલેખમાં સૂર્યને શૈલમય પ્રાસાદ કરાવ્યાનું જણાવ્યું છે. ૬૧
ગુજરાતના પ્રાચીન અભિલેખમાં આ પ્રકારના અભિલેખો ખાસ કરીને સોલંકીકાલથી વધતા જાય છે. કુમારપાલે આનંદપુર(વડનગર)માં વપ્ર(કોટ)કરાવ્યો તેને લેખ વડનગરમાં છે. પ્રભાસપાટણમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારને લગતા અનેક શિલાલેખ મોજૂદ છે ૬૩ આબુ પર મહામાત્ય તેજપાલે નેમિનાથનું મંદિર બંધાવ્યું તે વિશે સોમેશ્વરે રચેલી પ્રશસ્તિ લેખ કોતરેલો છે. ૬૪ એ મંદિરની ભમતીમાં તે તે દેવકુલિકાના નિમણને લગતા અનેક લેખ છે. ૬૫ ગિરનાર પર વસ્તુપાલે કરાવેલાં મંદિરોને લગતા લેખક પણ આ પ્રકારના છે. ડભોઈને સ. ૧૩૧૧નો શિલાલેખ ત્યાંના વૈદ્યનાથ મંદિરના નિર્માણને લગતો છે. ૬૭ અજનદેવના સમયને ઈ. સ. ૧૨૬૪નો શિલાલેખ મસ્જિદના નિર્માણ તથા નિભાવને લગતા છે. ૬૮ પ્રભાસમાં નાનાકે કરાવેલા મંદિરના નિર્માણ વિશે બે પ્રશસ્તિ કોતરાઈ છે. ૬૯
ગુજરાતમાં તથા અન્ય પ્રદેશમાં મંદિરે વાવો વગેરેના નિર્માણ તથા પુનનિર્માણ વિશે પછીના કાલમાં અનેકાનેક લેખ કોતરાયા છે. મધ્યકાલીન અભિલેખોમાં દાનશાસનને બદલે આ પ્રકારના અભિલેખ સંખ્યાબંધ મળે છે.
(૮) પ્રતિમાલેખો–પ્રતિમા એ દેવાલયના કેન્દ્રસ્થાને રહેલે મુખ્ય પદાર્થ છે. પ્રતિમા ઘડાવવી અને એની પ્રતિષ્ઠા કરાવવી એ દેવાલય-નિર્માણને મહત્વનો ભાગ છે. કેટલીક પ્રતિમા પર તે તે પ્રતિમાના નિર્માણ તથા તેની પ્રતિષ્ઠાને લગતો લેખ કોતરેલો હોય છે, એની બેસણી ઉપર કે એની પીઠ ઉપર. પ્રતિમાના બે મુખ્ય પ્રકાર છે–પાષાણપ્રતિમા અને ધાતુપ્રતિમા. ઘણી ધાતુપ્રતિમાઓ નાના કદની અને ચલ પ્રકારની હોય છે; ઘણું પાષાણપ્રતિમાઓ મેટા કદની અને અચલ પ્રકારની હોય છે.
પરખમની યક્ષરાજની પ્રતિમા પર લેખ ઈ. પૂ. ૧લી-૨જી સદીને છે.૭૦ સારનાથના બોધિસત્વ-પ્રતિમાઓને લગતા લેખ આ પ્રકારના છે. મથુરાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org