________________
૧૪૪
ભારતીય અભિલેખવિદ્યા
૯૮૫–૧૦૧૬)નું એક તામ્રશાસન ૨૧ પતરાં પર કોતરેલી ૪૪૩ પંકિતઓનું છે. રાજેન્દ્ર ૧લા(ઈ. સ. ૧૦૨૬-૧૦૪૩)નું એક તામ્રશાસન ૮૧૬ પંક્તિઓમાં ૩૧ પતરાં પર કેતરાયું છે. એનું એક બીજું તામ્રશાસન ૫૫ પતરાં પર ૨૫૦૦થી વધુ પંકિતઓમાં કોતરેલું છે! એમાં પહેલાં ૩ પતરાંમાં રાજાના પૂર્વજોની પ્રશસ્તિ છે, પછીનાં ૨૨ પતરાંમાં દાન દેનાર રાજાની પ્રશસ્તિ અને દાનમાં આપેલા ગામની સીમાઓ વગેરેની વિગત છે, ને છેલ્લાં ૩૦ પતરાંમાં હજારેક પ્રતિગ્રહીતાઓનાં નામ ગોત્ર સ્થાન વગેરેની વિગત છે! કડી વગરનાં પતરાંનું ય વજન ૧૦૦ કિ. ગ્રા. થી વધુ છે ૯ !
દાનશાસનમાં હસ્તલિખિત ગ્રંથની જેમ પંકિતઓ લાંબી બાજૂને સમાંતર લખાતી. દાનશાસનનાં પતરાંને, એની એકેક લાંબી કે ટૂંકી બાજુએ મેટે ભાગે બબ્બે કાણાં ને કયારેક એકેક કાણું પાડીને, એમાં તાંબાની કડીઓ ઘાલી, જોડેલાં રાખવામાં આવતાં, જેથી બીજી બાજુએથી એને ખોલીને વાંચી શકાય. એમાંની એક કડીના સાંધા પર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી. બીજી કડી સાદી રાખવામાં આવતી. રાજમુદ્રાની છાપ અકબંધ રહે ત્યાં સુધી એક દાનશાસનનાં પતરાં બીજા દાનશાસનનાં પતરાં સાથે આડાઅવળાં કરી શકાય નહિ.
ભૂમિદાનને લગતા રાજશાસનમાં અમુક અમુક જરૂરી બાબતો જણાવવા માટે ધર્મશાસ્ત્રમાં પણ સૂચનાઓ આપવામાં આવી છે.૪૦
એમાં દાન દેનાર અર્થાત “દાતા,” દાન લેનાર અર્થાત “ પ્રતિગ્રહીતા” અને દાનમાં આપવાની વસ્તુ અર્થાત “દેય ” એ ત્રણ મુખ્ય બાબત તો હોય જ. આ ઉપરાંત મિતિ, સ્વહસ્ત વગેરે બીજી અનેક બાબત જણાવવાની જરૂર પડતી.
સામાન્ય રીતે દાનશાસનનો આરંભ સિદ્ધમ્ (=fસદ્ધિરતુ), સ્વસ્તિ + » સ્વતિ જેવાં મંગલ પદોથી થતો. કયારેક વિષ્ણુ, શિવ, ગણપતિ વગેરે દેવ કે દેવોની સ્તુતિ ઉમેરાતી.
દાનને લગતું રાજશાસન સામાન્યતઃ રાજધાનીમાંથી અને કેટલીક વાર વિજયછાવણી કે યાત્રાસ્થાન જેવા કોઈ અન્ય સ્થળથી ફરમાવવામાં આવતું. દાનશાસનમાં આ શાસન-સ્થાનને નિર્દેશ કરવામાં આવતો. ક્યારેક આ સ્થાનને નિર્દેશ લાંબા અલંકૃત નિરૂપણ સાથે કરવામાં આવતો, જેમ કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org