________________
અભિલેખના વિષય
૧૪૧.
ખરીદેલા ક્ષેત્ર(ખેતર)નું દાન દીધું.૨૩ આમાંના બીજા ગુફાલેખમાં ઉષવદાતનાં. અગાઉનાં વિવિધ દાન ગણાવ્યાં છે, જેમ કે ત્રણ લાખ ગાયે, સુવર્ણ, સોળ ગામે, આઠ ભાર્યાઓ(કન્યાઓ), ધર્મશાલાઓ, બગીચા, તળાવો, પરબ વગેરે.
સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિએ નાસિકમાં ત્રિરશ્મિ(યંબકીના. ભિક્ષુઓને અમુક ક્ષેત્રનું દાન દીધું. ૨૪ એવી રીતે વાસિષ્ઠીપુત્ર પુલુમાયિના રાયકાલમાં મહારાજ-પિતામહી ગૌતમી બલશ્રીએ નાસિક પાસે અમુક ગુફા દાનમાં દીધી.૨૫ કલિંગાધિપતિ ખારવેલને હાથીગુફા લેખક પણ આવા પ્રકારનો છે.
ધાર્મિક હેતુથી કરાયેલા દાનને “ધર્મદાય” કહેતા. ધર્મશાસ્ત્રમાં દાનને ઘણો મહિમા ગાય છે. અમુક દ્રવ્યોનાં દાન “મહાદાન” ગણાતાં; એમાં ય અમુક “અતિદાન ગણતાં ધેનુ, ભૂમિ અને વિદ્યાનાં. આ સર્વેમાં ભૂમિદાનને સર્વોત્તમ ગણવામાં આવતું.૨૭
ભૂમિદાનથી દાન લેનારને કાયમી ઊપજનું અક્ષય સાધન પ્રાપ્ત થતું, જે એને જીવનપર્યંત ઉપયોગી નીવડતું. આથી ભૂમિદાનની સાથે હંમેશાં એને લગતું રાજશાસન લખાવી આપવામાં આવતું. એ એને હકનામાના પુરાવા તરીકે કામ લાગતું. વળી ભૂમિદાનો લાભ દાન લેનારના પુત્રપૌત્રાદિકને પણ વારસાગત રહેતો ને એથી એના પર હક પેઢીઓ ને પેઢીઓ લગી ચાલુ રહેતા. આથી દાનશાસનની પ્રત દાન લેનારના કુટુંબે કાયમ માટે સાચવીને જાળવી રાખવી પડતી. આ કારણે દાનશાસન તાંબાનાં પતરાં પર કોતરાવીને આપવામાં આવતું. એને “તામ્રપત્ર” કે “તામ્રશાસન” કહેતા. તામ્રની પસંદગી એના ટકાઉપણાને કારણે કરવામાં આવતી. તામ્રપત્રો પર કોતરેલાં દોઢેક હજાર વર્ષ જેટલાં લાંબા કાલનાં અનેક દાનશાસન મેજૂદ રહેલાં મળે છે એ હકીકત છે.
તામ્રપત્રો જમીન પરના હકનામા તરીકે કાયમી અગત્ય ધરાવતાં હોઈ એને ઘરની દીવાલમાં, પાયામાં કે જમીનની અંદર ગુપ્ત રીતે સાચવી રાખવામાં આવતાં. કેટલીક વાર અનેક તામ્રશાસનોને સામટાં રાખવામાં આવતાં. આથી કયારેક એકી સાથે અનેક તામ્રશાસન મળી આવે છે, જેમકે કડી(જિ. મહેસાણા)માંથી સોલંકી વંશનાં અગિયાર તામ્રશાસન મળેલાં.૨૮ કઈ વાર તામ્રશાસનોને વાસણમાં મૂકી જમીનમાં દાટવામાં આવતાં. ૨૯ કેટલીક વાર જમીનમાં દાટેલાં તામ્રપત્ર ખેતર ખેડતી વખતે હળની અણી વાટે અચાનક મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org