________________
અભિલેખાના વિષય
૧૩૯:
(૩) ધાર્મિક અનુશાસના—મૌય સમ્રાટ અશોકના અભિલેખા પૈકીના ઘણા અભિલેખેા, ખાસ કરીને મુખ્ય શૈલલેખા તથા મુખ્ય સ્ત ભલેખા, ૧૪ ધમને લગતાં અનુશાસનેા( ઉપદેશ )રૂપે લખાયા છે.
(૪) રાજશાસના—અશોકના કેટલાક અભિલેખ અધિકારીઓને. ઉદ્દેશીને કરાયેલાં રાજશાસનેરૂપે લખાયા છે, જેમકે કલિંગના અલગ શૈલલેખા, અલાહાબાદ–કાસમ રતભ પરના રાણીને લગતા લેખ તેમ જ સંધને લગતા લેખ. ૧૫
(૫) સ્મારક અભિલેખા—અશાકે નેપાલની તરાઈમાં એ બૌદ્ધ તીથ સ્થાનાએ યાત્રા કરી ત્યાં એની યાદગીરીમાં શિલાસ્તંભરાપાવ્યા ને એના પર લેખ કેાતરાવ્યા.૧૬ આ લેખા સ્મારક અભિલેખા ગણાય.
અંધૌ(જિ. કચ્છ )માંથી મળેલા શક વર્ષ પર( ઈ.સ. ૧૩૦ )ના યષ્ટિલેખા પણ કાઈ ને કાઈ સંબંધીની સ્મૃતિ અર્થે ષ્ટિ ઊભી કરાવ્યાનુ જણાવે છે. ૧૭
ગુપ્ત સમ્રાટ ભાનુગુપ્તના સમયને ગુ. સ. ૧૯૧(ઈ. સ. પ૧૦)ને એરણ સ્તંભલેખ૧૮ યુદ્ધમાં વીરગતિ પામેલા ગેાપરાજની તથા એની પાછળ સતી થયેલી એની પત્નીની યાદગીરી માટે લખાયા છે.
દખ્ખણમાં શિલાહારા, યાદવેા, અનુકાલીન ચાલુકયો વગેરેના આવા અનેક સ્મારક લેખ મળ્યા છે.૧૯ એમાં સામાન્ય રીતે લેખની મિતિ, વીરની વંશાવળી પ્રશસ્તિ અને સિદ્ધિ, એ સમયે રાજ્ય કરતા રાજાનું નામ ઇત્યાદિ વિગત આપવામાં આવે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠેકઠેકાણે જૂના પાળિયા જોવામાં આવે છે, ખાસ કરીને ગામના પાદરમાં આવેલા તળાવને કાંઠે. વીરગતિ પામેલા યાદ્દાની યાદગીરીના પાળિયામાં સામાન્ય રીતે ઉપલા ભાગમાં ઢાલ અને તલવાર કે ભાલેા ધારણ કરતા ઘેાડેસવારની આકૃતિ કાતરી હેાય છે, એની એ બાજૂએ ટાચે અમર નામ કે શાશ્વત કીતિના પ્રતીકરૂપે સૂર્ય અને ચંદ્રની આકૃતિ કાતરી હોય છે તે ઘેાડેસવારની નીચેના ભાગમાં યુદ્ઘના પ્રસંગ અને યાદ્વાના મૃત્યુને લગતી હકીકત આપી હોય છે. સતીના પાળિયામાં મેટે ભાગે સતીના પ્રતીકરૂપે સૌભાગ્યવતી સ્ત્રીના હાથ કાટખૂણે બતાવ્યેા હેાય છે. જો સ્ત્રી પતિનું શબ લઈ સતી થઈ હાય તેા હાથમાં આપું શબ રાખીને ઊભેલી સતીની આકૃતિ રજૂ કરી હાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org