________________
૧૩૮
ભારતીય અભિલેખવિદ્યા આવતું. આથી જાનપદ ખતો ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગિતા ધરાવે છે. આર્થિક અને સામાજિક દૃષ્ટિએ તો એની ઘણી વિગત ઉપયોગી હોય છે જ. | ગુજરાતમાં પંદરમી સદીમાં “લેખપદ્ધતિ” નામે એક સંગ્રહગ્રંથ લખાયો છે, જેમાં અનેક પ્રકારના રાજકીય તથા જાનપદ ખતોના નમૂના આપવામાં આવ્યા છે. એમાંના ઘણા નમૂનાઓમાં સં ૧૨૮૮(ઈ. સ. ૧૨૩૧-૩૨)ની મિતિઓ આપવામાં આવી છે, જ્યારે થોડા નમૂનાઓમાં સં. ૮૦૨(ઈ. સ. ૭૪૫-૪૬ )ની તથા સં. ૧૫૩૩(ઈ. સ. ૧૪૭૬-૭૭)ની મિતિઓ આપેલી છે. એમાં ભૂમિદાનને લગતા રાજશાસનને “શાસનપત્ર” કે “તામ્રશાસન” કહ્યું છે." ન્યાયના ચુકાદાને લગતા ખતને એમાં “ન્યાયવાદ” નામ આપ્યું છે. ૬ રાજાના આદેશને લગતા લખાણને “રાજાદેશ” તરીકે ઓળખાવ્યું છે. મહામાત્ય તરફથી રાજાને થતા વિજ્ઞાપનના લખાણને “રાજવિજ્ઞપ્તિકા' કહેતા. એવી રીતે ગુરુ, પિતા અને માતાને લગતી વિજ્ઞપ્તિકાના પણ નમૂના આપ્યા છે. “પ્રસાદલેખ” ને માટે આ ગ્રંથમાં “ભૂજંપત્તલા (ભૂજ પટ્ટ) શબ્દ પ્રયોજાયે છે. ૧૦ દાણુ, મહેસૂલ, ઠંડી, વેચાણ, ગીરો, વ્યાજ, દાસી, સંધિ વગેરે બીજા અનેક પ્રકારનાં ખતોના નમુના આપવામાં આવ્યા છે.
પરંતુ અભિલેખો માટેના વિષયનું કોઈ અલગ વગીકરણ કે સંકલન ધર્મશાસ્ત્રમાં કે અન્ય પ્રાચીન સાહિત્યમાં કરવામાં આવ્યું નથી.
ભારતીય લેખોના અભિલેખના અભ્યાસ પરથી એમાં મુખ્ય વિષયે નીચે પ્રમાણે હોવાનું માલૂમ પડે છેઃ
(1) વાણિજ્યિક મુદ્રાઓ–આ–એતિહાસિક કાલની સિંધુ સંસ્કૃતિ, ખાસ કરીને હડપ્પીય સભ્યતા ધરાવતાં ખંડેરોના અવશેષોમાં જે સંખ્યાબંધ મુદ્રાઓ (આકૃતિ ૧) તથા કેટલાંક મુદ્રાંક (આકૃતિ ૨ ) મળ્યાં છે, તેનાં લખાણ હજી બરાબર ઊકલ્યાં નથી. છતાં એમાંનાં ઘણું લખાણ આયાત-નિકાસ કરવાની ચીજોની ગાંસડીઓ પર લગાવવાની મુદ્રાની છાપ માટેનાં હોવાનું માલૂમ પડે છે. ૧૧ આથી આ અભિલેખ વાણિજ્યિક પ્રકારના ગણાય.
(૨) મંત્રતંત્રને લગતા અભિલેખો–હડપ્પીય સભ્યતાની કેટલીક મુદ્રિકાઓ પહેરવાનાં તાવીજ તરીકે વપરાતી હશે એવું માલૂમ પડે છે. ૧૨ ઐતિહાસિક કાલના તાંત્રિક સંકેત ધરાવતા અક્ષરવાળાં યંત્ર(જતર) પણ આ પ્રકારના અભિલેખ ગણાય.૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org