________________
૧૦.
અભિલેખાના વિષય
સામાન્ય રીતે જે લખાણ સાર્વજનિક કે ચિરકાલીન મહત્ત્વ ધરાવતું હોય, તેનું અભિલેખન કરવામાં આવે છે. આ પ્રકારનાં લખાણ વિવિધ વિષયાને લગતાં હેાય છે.
પ્રાચીન પ્રકાર
ધમ શાસ્ત્રમાં ખતાના બે મુખ્ય પ્રકાર પાડવામાં આવ્યા છેઃ (૧) રાજકીય અને (ર) લૌકિક કે જાનપદ. રાજકીય ખાના સામાન્યતઃ ચાર પ્રકાર પાડવામાં આવેલા છે : (૧) શાસન, (ર) જયપત્ર, (૩) આજ્ઞાપત્ર અને (૪) પ્રજ્ઞાપનપત્ર
૧
"
ભૂમિનું દાન કરીને રાજા આગામી રાજાઓની માહિતી માટે પટ કે તામ્રપત્ર પર જે લખાણ કરાવી આયે, તેને ‘ શાસન' કહેતા. કાનૂની મુદ્દા જાતે જોઈ ને તેમ જ ન્યાયાધીશ પાસેથી જાણીને રાજા જાહેર માહિતી માટે જે કાનૂની નિણૅય લખાવે, તેને ‘ જયપત્ર ' કહેતા. સામત અથવા રાજ્યપાલ જેવા સેવાને રાજા જે કા ફરમાવે તેને લગતા લખાણને ‘આજ્ઞાપત્ર ' કહેતા. ઋત્વિજ, પુરોહિત, આચાય આદિ માન્ય તથા આદરણીય જનેને જે કાય નિવેદિત કરવામાં આવે, તેના લખાણને પ્રજ્ઞાપનપત્ર' કહેતા.૨
'
વળી જ્યારે રાજા સેવા શૌય વગેરેથી પ્રસન્ન થઈ કાઈ ને દેશ ગ્રામ આદિ લખી આપે, તે તેને ‘ પ્રસાદલેખ’ કહેતા.૩
જ્યારે કોઈ સામાન્ય જના વચ્ચે કઈ આર્થિક કે વ્યાવહારિક કામકાજને લગતા કરાર થાય ત્યારે તેનું જે ખત કરવામાં આવતું, તેમાં લાગતાવળગતા જતાની સહી ઉપરાંત સાક્ષીઓનાં નામ જાણાવવામાં આવતાં તેમ જ સમયનિર્દેશમાં એ સમયના રાજાનું નામ, વર્ષ માસ દિવસ વગેરે નાંધવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org