________________
૧૪૦
ભારતીય અભિલેખવિઘા
કઈ વિશિષ્ટ પરાક્રમ કે દિગ્વિજયની યાદગીરીમાં ક્યારેક અભિલેખ લખાવવામાં આવતું. દા. ત., સમુદ્રગુપ્તને અલાહાબાદ સ્તંભલેખ,૨૦ જેમાં એ પ્રતાપી ગુપ્ત સમ્રાટના વિવિધ વિજયનું નિરૂપણ કરીને એની વિશાળ કીતિની સ્મૃતિ માટે એ સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું જણાવ્યું છે. યશોધર્માને મંદસર શિલાતંભલેખ પણ આ પ્રકારનો છે.
અર્વાચીન કાલમાં શહીદનાં સ્મારક પર તે તે શહીદીને લગતા સ્મારકલેખ કોતરવામાં આવે છે. સાર્વજનિક સંસ્થાઓનાં મકાનોના ખાતમુહૂર્તશિલારોપણ કે ઉદ્દઘાટનને લગતા લેખની તકતી મુકાવવામાં આવે છે ને કોઈ વિખ્યાત વ્યક્તિના જન્મ, મૃત્યુ કે અન્ય કોઈ વિશિષ્ટ બનાવના સ્થાને પણ તે તે ઘટનાને લગતો લેખ કોતરવામાં આવે છે. આ અને આવા અભિલેખ સ્મારક-લેખો ગણાય. બાવલાં નીચે કોતરેલાં લખાણ પણ આ પ્રકારનાં ગણાય.
(૬) દાનશાસને–બિહારના ગયા જિલ્લામાં આવેલા બરાબર નામે ડુંગરની અમુક ગુફાઓમાં કોતરાયેલા મૌર્ય રાજા અશોકના તથા દશરથના ત્રણ અભિલેખ તે તે ગુફા અમુક અમુક વર્ષે આજીવિકેને દાનમાં દીધી હોવાનું જણાવે છે. દાનને લગતાં આવાં રાજશાસનને “દાનશાસન' કહે છે.
એવી રીતે ઓરિસ્સામાં ઉદયગિરિ–ખંડગિરિમાં તથા દખણમાં નાસિક, અજંતા, કાર્લા વગેરે સ્થળોએ આવેલી ગુફાઓમાં ક્ષહરાત ક્ષત્રપ તથા સાતવાહન વંશના રાજાઓનાં દાનશાસન કોતરેલાં છે, જેમાં ભિક્ષુઓએ રહેવાની નાનીમોટી ઓરડીઓ, ચૈત્યગૃહ, મંડપ, ભોજનશાળાઓ, ઉપસ્થાન-શાલાઓ, ટાંકાં, સ્તૂપ, આસન, વેદિકાઓ વગેરેના દાનની હકીકત નોંધી હોય છે.૨૧
કેટલીક વાર કોઈ ધાર્મિક સંસ્થાને કંઈ કાયમી અનુદાન દેવામાં આવતું, જેમ કે કુષાણ રાજા હવિષ્કના સમયમાં (શક)વર્ષ ૨૮(ઈ. સ. ૧૦૬)માં પ્રાચીનક નામે વ્યક્તિએ પુણ્યશાલા(ધર્મશાલા) અક્ષયનીવી(કાયમી અનુદાન) તરીકે દાનમાં દીધી, ૫૫૦ પુરાણુ(સિક્કા) એક શ્રેણીમાં અને ૫૫૦ પુરાણુ બીજી શ્રેણીમાં થાપણ રૂપે આપીને એના વ્યાજમાંથી દર મહિને બ્રહ્મભોજન કરાવવાનો તથા ભૂખ્યા અને તરસ્યા જનોને પ્રતિદિન ખાવાનું અને પીવાનું આપવાને પ્રબંધ કર્યો.૨૨
લહરાત રાજા ક્ષત્રપ નહપાનના જમાઈ ઉષવદાતે નાસિકમાં ગુફાદાન કરીને ૩,૦૦૦ કાર્દાપણના અક્ષયનીવીનું તેમ જ ૪,૦૦૦ કાષણની કિંમતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org