________________
અભિલેખનની સામગ્રી
૧૧૭
છે. હાથીદાંતની પટ્ટીની બનાવેલી મુદ્રાઓ મળી છે. કાચબાના કેચલા પર મંત્ર કોતરાતા. ઈમારતોમાં લાકડાના પાટડા તથા સ્તંભો વગેરે પર ક્યારેક લેખ કોતરેલા જોવામાં આવે છે.પ૯
ધાતુ : ધાતુમાં માટીની રૂપક્ષમતા તથા શિલાની મજબૂતી રહેલી છે, તેથી અભિલેખન માટે ધાતુનાં પતરાં નાના પાતળા ને ટકાઉ પદાર્થ તરીકે ખાસ માફક આવે છે. પરંતુ એ પતરાં બનાવવા માટે ધાતુકામની જબરજસ્ત પ્રક્રિયા કરવી પડે છે ને શિલાફલક કરતાં એ ઘણાં મોંઘાં પડે છે.
બૌદ્ધ સાહિત્યમાં સુવર્ણપત્રો (સેનાનાં પતરાં) પર શ્રીમંત વેપારીઓનાં કૌટુંબિક ખત, રાજકીય આદેશ અને ધર્મના નિયમો કોતરવાના અનેક ઉલ્લેખ આવે છે, પરંતુ તેનું બહુ મધું હોવાથી એને ઉપયોગ ઘણો વિરલ રહ્યો છે. તક્ષશિલાનાં ખંડેરોમાં ખરોષ્ઠી લિપિમાં કોતરેલું એક સુવર્ણપત્ર મળેલું. બાંગલા દેશના એક જળાશયમાંથી ૨૪ સુવર્ણપત્રો પર કોતરેલી પોથી મળી હતી. ભારતની જેમ બર્મામાં પણ બૌદ્ધ ધર્મને લગતાં શેડાં સુવર્ણપત્ર મળ્યાં છે. ૬૦
કુષાણ, ગુપ્ત, મુઘલો વગેરેના સેનાના સિક્કાઓ પર અંકિત કરેલાં લખાણ પણ સુવર્ણઅભિલેખ ગણાય. ચકવવી હર્ષની રાજમુદ્રા હાટક(સુવર્ણ)ની હતી એવો “હર્ષચરિત માં ઉલ્લેખ છે.
સેનાની જેમ ચાંદીનાં પતરાં પર પણ કયારેક લેખ કોતરાતા. એને રજતપત્ર કહે છે. ભદિલ(આંધ્ર પ્રદેશ)ના પ્રાચીન સ્તૂપમાંથી એક આવું
રજતપત્ર મળેલું; એક બીજ તક્ષશિલાનાં ખંડેરોમાંથી મળેલું. કેટલાંક જૈન દેરાસરોમાં મંત્રો અને યંત્રો કોતરેલાં રજતપત્ર હોય છે. ૧
સોના અને ચાંદીનો ઢોળ ચઢાવેલાં તાડપત્રોની હસ્તપ્રત મળી છે. ૨ પશ્ચિમી
ક્ષત્રપના કાલથી ભારતમાં ચાંદીના આકૃતિ ૯ : ચાંદીને સિકકો સિક્કાઓ પર લખાણ મુદ્રાંકિત કરાતું
(આકૃતિ ૯).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org