________________
અભિલેખનની પદ્ધતિ
૧૩૧
ઘણું પ્રાચીન અભિલેખમાં મંગલશબ્દોને બદલે મંગલચિહ્ન પ્રજાતાં. પ્રાચીન અભિલેખમાં (દા. ત., વલભીના મૈત્રકનાં દાનશાસનમાં) પ્રજાયેલા દક્ષિણાવર્ત કે વામાવર્ત ગૂંચળા જેવા મંગલચિહ્નને સામાન્ય રીતે સિદ્ધ તરીકે કે તરીકે ઘટાવવામાં આવે છે.૩૮ પરંતુ એ અગાઉ જણાવ્યા મુજબ મંગલકારી શંખનું ચિહ્ન હોવું સંભવે છે. ૪૦ એના વામાવર્ત સ્વરૂપમાંથી સમય જતાં ૮ જેવું સ્વરૂપ ઘડાયું ને એની પછી શુન્યનું ચિહ્ન ઉમેરાયું, એને “ભલે મીડ' કહે છે. પછી એની પહેલાં તેમ જ પછી મેં વિરામમિહ. મુકાતું.૪૧ આ મંગલ ચિહ્નને “મ' કહેવામાં આવે છે. આ શબ્દ છેક ૧૩મી સદીની વ્યશિક્ષામાં પ્રયોજાયે છે; ને ત્યાં એની સમજૂતી સિદ્ધિ દેવીના સંકેતચિહ્ન તરીકે આપવામાં આવી છે.૪૨ આથી એ મંગલચિહ્ન મૂળ શંખાકૃતિમાંથી વિકસેલું હોય, તે પણ વ્યવહારમાં સિદ્ધિનું દ્યોતક ગણાતું એ સ્પષ્ટ છે.
ઉં કે જેવું ચિહ્ન હાલ કોઈ સંકેતચિહ્ન જેવું દેખાય છે પરંતુ ખરી રીતે એ અક્ષર જ છે. અગાઉ જ્યારે મો માટે સ્વતંત્ર ચિહ્ન પ્રચલિત હતું ત્યારે તેનું સ્વરૂપ ૩ જેવું હતું; આગળ જતાં ૩ ને મરોડ એના જેવો થઇ ત્યારે એ બે વચ્ચે ભેદ દર્શાવવા માટે સો ના અર્થમાં વપરાતા ચિહ્નમાં જમણી બાજુએ ટોચે ચાપાકાર અંશ ઉમેરાય ને ગુજરાતી લિપિમાં એ અંશ વચ્ચે જેડા ને એને જમણે છેડો પૂર્ણ વૃત્તાકાર બન્યું. “” એ બ્રહ્મના સંકેતાક્ષર તરીકે છેક ભગવદ્ગીતામાં પ્રયોજાયો છે.૪૩ પછીના કાલમાં એમાંને ય વિષ્ણુને, ૩ મહેશ્વરને અને મેં બ્રહ્માને ઘાતક ગણાય છે
અભિલેખોમાં સ્વસ્તિક, ત્રિરન, ચૈત્ય, બોધિવૃક્ષ, ધર્મચક્ર, પદ્ય, શ્રીવત્સ, નન્દિ, ત્રિશલ, મત્સ્ય, સૂર્યબિંબ, તારા ઈત્યાદિ બીજા અનેક મંગલચિહ્ન. પ્રજાતાં. અશોકના ગિરનાર લેખની નીચે ભગવાન બુદ્ધના પ્રતીક તરીકે હસ્તીનું ચિહ્ન કતરેલું છે. અશોકના જૈગડા લેખમાં સ્વસ્તિકનું તથા વૃષભનું ચિહ્ન કોતરેલું છે. ખારવેલના હાથીગુફા લેખમાં સ્વસ્તિક, શ્રીવત્સ તથા બોધિવૃક્ષનાં ચિહ્નોનો સમાવેશ થાય છે. શાશ્વત ઉપભોગ કે કીતિ સૂચવવા માટે સૂર્યબિંબ તથા ચંદ્ર-રેખાનાં ચિહ્ન પ્રચલિત હતાં. પાળિયાઓમાં આ બંને ચિહ્ન ખાસ જોવામાં આવે છે. ત્યાં એ ચિદને પ્રસ્તુત વીરની કીતિ ચાવત ચંદ્રરિવારો રહે એવી ભાવના સૂચવે છે. સતીના પાળિયામાં ઘણી વાર સૌભાગ્યવતી નારીને હાથ દર્શાવવામાં આવે છે. રાજમુદ્દાની જગ્યાએ કેટલીક વાર આયુધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org