________________
અભિલેખનની પદ્ધતિ
૧૩૯
અક્ષરાનાં ચિહ્નોમાં શિરારેખા વિકસવા લાગી ત્યારથી પ ંક્તિના સ અક્ષર સીધી લીટીમાં લખાતા આવ્યા છે. કેટલીક સ્વરમાત્રાઓ કે એના અમુક ભાગ તથા રેફનું ચિહ્ન શિશરેખાની ઉપર અને કેટલીક સ્વરમાત્રાએ અક્ષરની નીચે લખાય છે. સંયુકતાક્ષરા અગાઉ ઉપર-નીચે લખાતા, પરંતુ સમય જતાં એ બાજુ-બાજુમાં લખાવા લાગ્યા. લીટીઓ ઉપરથી નીચે લખાય છે.
શ્લેાકની પંક્તિ ચરણ, લેાકા કે શ્લાક પ્રમાણે લખાતી નહિ; શ્લોકાના અક્ષર પણ પદાર્થ પરની પૂરેપૂરી પક્તિમાં સળંગ લખાતા. સામાન્ય રીતે શ્લાકના અંતે એક કે બે દંડ( ઊભી રેખા )નુ વિરામચિહ્ન લખાતુ ને પ્રાયઃ તે તે શ્લાકને ક્રમાંક પણ લખાતો. શ્લેાકાધના અ ંતે વિરામચિહ્ન કેટલીક વાર મુકાતું તા એ દાંડરૂપે લખાતું. વિશેષનામેાના લાંબા દૃન્દ સમાસેામાં પૃથા દર્શાવવા માટે નાની આડી રેખાને ઉપયોગ થતા. ગદ્યના અ ંતે તથા લેખના અ ંતે ! કે ૫ કે ૫− જેવાં વિરામચિહ્ન પ્રયાાતાં. કયારેક શબ્દોના સંક્ષિપ્તરૂપ તરીકે એના આદ્ય અક્ષર જ લખાતા, પરંતુ એના પછી હાલની જેમ કાઈ વિરામચિહ્ન લખાતું નહિ. કાઈ મંગલચિહ્ન વિવિધ આકારે લખાતાં ને કેટલાંક બંધ કે સુશાભને પણ યેાજાતાં.
લખાણની નકલ કરતાં થયેલી ક્ષતિએ માટે ઉમેરા, ધટાડા અને સુધારા દર્શાવવા અનેકવિધ ઉપાય યેાાતા.
પત્રના ક્રમાંક દરેક પત્રની પાછલી( કે આગલી) બાજૂ પર હાંસિયામાં
લખાતા.
અભિલેખન-પદ્ધતિ : અભિલેખ માટે તૈયાર કરેલા લખાણને શિલા તામ્રપત્ર વગેરે પર કાતરવામાં આવે ત્યારે સામાન્ય રીતે એની લિખિત નકલ પ્રમાણે એના ઉપર શાહીથી લખીને અક્ષરા આંકડાઓ તથા ચિહ્નો કાતરવામાં આવતાં. અક્ષરા તથા પંક્તિએ હસ્તલિખિત લખાણેાની જેમ કાતરાતાં.૨૭ શબ્દ-શબ્દ વચ્ચે પ્રાચીન અભિલેખામાં ભાગ્યે જ જગા રાખવામાં આવતી. વિરામચિહ્નો પણ હાલના કરતાં ઘણાં એછાં પ્રયેાજાતાં.૨૭અ અને પની પહેલાં ધણીવાર વિસગ ને બદલે જિદ્વવામૂલીય અને ઉષ્માનીયનાં ચિહ્ન પ્રયાજાતાં. હલત બ્યંજન વિવિધ રીતે દર્શાવાતા.૨૭ અવગ્રહનું ચિહ્ન પ્રાચીન લેખામાં ભાગ્યે જ લખાતું. શબ્દોના સંક્ષેપરૂપ તરીકે એના આદ્ય અક્ષર વપરાતા. દાનશાસનેમાં રાજચિહ્નની આકૃતિ તામ્રપત્ર પર અંકિત કરવામાં આવતી૨૮
ભા. અ. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org