________________
અભિલેખનની પદ્ધતિ
૧૨૭
ભૂમિદાનને લગતાં શાસનેામાં દાન દેનાર રાજા તથા એના પુરોગામીઓની વિગત આપવાના રિવાજ હતા, આથી પ્રાચીન દાનશાસનેમાં એ રાજાઓના ચરિતની પ્રશસ્તિ આપવામાં આવતી.૧૪ મધ્યકાલીન અભિલેખામાં પૂત કાયના નિર્માણ કે પુનનિર્માણને લગતી અનેક પ્રશસ્તિએ મળે છે ને તેમાં પ્રશસ્તિ રચનાર પેાતાનું નામ ભાગ્યે જ આપતા.૧૫ જ્યારે અર્વાચીન અભિલેખામાં કવિનું નામ વધુ પ્રમાણમાં મળે છે.૧૬ અલબત્ત, કાવ્યની દૃષ્ટિએ પ્રશસ્તિનુ ધારણ એકંદરે ઉત્તરાઉત્તર ઊતરતું જાય છે.
લહિયા : લેખકે રચેલું લખાણ પહેલાં લહિયા પાસે અભિલેખના પદાર્થ પર સારા અક્ષરે પદ્ધતિસર શાહીથી લખાવવામાં આવતુ.. અભિલેખન માટે લખાણની નકલ કરી આપનાર લહિયાનું નામ એમાં ભાગ્યે જ લખવામાં આવતું. જ્યાં સાદા કે કાવ્યમય અભિલેખ રચનારનું નામ પણ ઘણીવાર જણાવતું નહિ, ત્યાં એ લખાણની નકલ કરી આપનાર લહિયાના નામનું મહત્ત્વ ઘણું એન્ડ્રુ ગણાતુ હોય એ સ્વાભાવિક છે. મૌર્ય કાલમાં લિપિકર ’ શબ્દ લહિયા કરતાં સલાટના અર્થમાં વપરાયેા હોય એ વધુ સંભવિત છે. ‘ લેખક’ શબ્દ કેટલીક વાર લેખનું લખાણ તૈયાર કરનાર માટે તે કેટલીક વાર એની નકલ કરનાર માટે અર્થાત્ કેટલીક વાર રચનાર માટે ને કેટલીક વાર લહિયા માટે પ્રયેાજાતેા. સુલેખનકલામાં કાયસ્થા અનેક રણિકા જેવા લહિયાએ નિષ્ણાત હાઈ, અભિલેખન માટેની સુંદર નકલ મેટે ભાગે તેની પાસે કરાવવામાં આવતી.
કેટલીક વાર લેખ ધડનાર લેખક પાતે અભિલેખનના પદાર્થ પર નકલ કરી આપતા, તેા કેટલીકવાર સલાટ કે કંસારા પાતે એના પર નકલ કરી લેતા. ૧૭ કોઈ વાર શિલા કે તામ્રપત્ર પર શાહીથી લખેલી પતિએ જોવામાં આવે છે, જે પછીથી કાતરવી રહી ગઈ હોય. ૧૮
કોઈ વાર શિલાલેખને અ ંતે કર્તા, લહિયા અને સલાટ—એ ત્રણેયનાં નામ આપેલાં હાય છે, જેમકે રત્નસિંહ કે દેવગણ, ક્ષત્રિય કુમારપાલ અને સાંપુલ.૧૯
સલા તે કંસારા : શિલાલેખ કોતરનાર ધણી વાર · સૂત્રધાર ’ તરીકે ઓળખાતા. · સલાટ, કડિયા, સુથાર વગેરે કારીગરાને માપ પ્રમાણે કામ કરવાનુ હાય છે તે માપ લેવા માટે તેએ સૂત્ર (દોરા કે દોરી ) ધારણ કરતા હોય છે. હાલના ‘ સુતાર ’–‹ સુથાર ’ શબ્દ ‘ સૂત્રધાર ’ ઉપરથી વ્યુત્પન્ન થયા છે.૨૦ શિલાલેખામાં તે સૂત્રધારનું નામ આપવામાં આવે છે ત્યાં મેટે ભાગે · સૂત્રધાર ' ને બદલે એનું સંક્ષિપ્ત રૂપ સૂત્ર૦ વપરાય છે.
'
(
Jain Education International
,
For Personal & Private Use Only
www.jainelibrary.org