________________
૧૨૬
ભારતીય અભિલેખવિદ્યા
સમાજમાં વર નામે કુલપરંપરાગત વગ થયા તે ધમ શાસ્ત્રની દૃષ્ટિએ મિશ્રવણ ના અર્થાત્ હીન કુલના ગણાતા.
એવી રીતે લહિયાઓને વાચસ્થ નામે ધંધાદારી વગ પ્રચલિત થયા. કાયસ્થા રાજ્યતંત્રમાં કરણિક તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવતા તે તેઓની રાજદરબારની લાગવગને લઈ ને પ્રજાજનાને કાયસ્થા તરફથી કનડગતની ખીક રહેતી. ધ શાસ્ત્રની દૃષ્ટિએ કાયસ્થ પણ મિશ્રવણના અર્થાત્ હીનકુલના ગણાતા. કાયસ્થા લહિયા ઉપરાંત દસ્તાવેજી લખાણેાના લેખક તરીકે નિષ્ણાત થતા તે આથી રાજદરબારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા.
८
કેટલાક અભિલેખ સાદા અને ટૂંકા હોય છે, કેટલાક મુખ્યત્વે દસ્તાવેજી સ્વરૂપના હોય છે, જ્યારે કેટલાક સાહિત્યિક કાટિના હોય છે. દાનશાસનેામાં આપેલી રાજાઓની પ્રશસ્તિ ઉચ્ચ ગદ્યશૈલીના કે સુંદર પદ્યરચનાના સારા નમૂનારૂપ છે. એની રચના માટે ભાગે ઉચ્ચ અધિકારીએએ કરેલી હેાય છે. આથી ઘણા અભિલેખાના લેખકે। તરીકે સારી કવિત્વશક્તિ ધરાવતા અધિકારીએ દેખા દે છે. દા.ત., અલાહાબાદ સ્તંભલેખમાં સમુદ્રગુપ્તની પદ્યમાં તથા ગદ્યમાં જે સુદર પ્રશસ્તિ કરેલી છે તે હરિષેણ નામે અધિકારીની રચના છે.૧૦ વલભીના મૈત્રક રાજાઓનાં દાનશાસનેામાં ગદ્યમાં આપેલી સુંદર પ્રાપ્તિએ મહાસાંધિવિગ્રહિક જેવા દિવિપતિએએ કે મહાક્ષપટલાધિકારીઓએ રચી છે. રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનશાસનેામાં આપેલી પદ્યબદ્ધ પ્રશસ્તિઅે પણ એવા અધિકારીઓએ રચેલી છે. સેાલકી રાજાઓનાં સાદાં દાનશાસન કાયસ્થાએ લખેલાં છે, જ્યારે શિલાલેખામાં કાતરાયેલી તેઓની સુંદર પ્રશસ્તિ શ્રીપાલ અને સેામેશ્વરદેવ જેવા સિદ્ધહસ્ત કવિએએ રચેલી છે.૧૧ હરિષણની જેમ વત્સટ્ટિ, કૃષ્ણ અને ગણપતિવ્યાસ જેવા કેટલાક કવિએની માહિતી તેના અભિલેખા પરથી જ મળે છે.૧૨
ધણા અભિલેખામાં લેખકનું નામ આપેલું હોતું નથી. સાદાસીધા અભિલેખામાં લેખકનું નામ મહત્ત્વનું હેતું નથી, પરંતુ કેટલીક સુ ંદર રચનાઓના લેખકેાનાં નામ અજ્ઞાત રહી ગયાં છે, જેમ કે, રાજા મહાક્ષત્રપ રુદ્રાદામાને જૂનાગઢ શૅલલેખ, વાસિષ્ઠીપુત્ર પુછુમાવિને નાસિક ગુફાલેખ, કલિ ંગાધિપતિ ખારવેલના હાથીગુફા લેખ કે ગુપ્ત સમ્રાટ સ્ક ંદગુપ્તને જૂનાગઢ શૈલલેખ.૧૩
પ્રશસ્તિ–રચના સામાન્ય રીતે યશસ્વી પરાક્રમે ને લગતા કે મંદિર વાવ વગેરે પૂત કાર્ટૂના નિર્માણ કે જીર્ણોદ્ધારને લગતા અભિલેખામાં કરવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org