________________
૧૩૪
ભારતીય અભિલેખવિદ્યા પતરાં પર કોતરવામાં આવે, ત્યારે એ પતરાં પર ક્રમાંક કોતરવાની જરૂર પડે છે. આથી કેટલીક વાર ત્યારે હસ્તલિખિત ગ્રંથને પત્રની જેમ તામ્રપત્રમાં પણ એક જ બાજુ પર ક્રમાંક દર્શાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ ક્રમાંક પત્રની પાછલી બાજુ પર દર્શાવાતો ને દક્ષિણ ભારતમાં આગલી બાજુ પર. કવચિત્ અર્વાચીન ગ્રંથના પૃષ્ઠની જેમ બંને બાજુ પણ ક્રમાંક દર્શાવાતો. પણ
મુદ્રાંક : રાજશાસનનાં તામ્રપત્રોને જોડતી એક કડીના સાંધા ઉપર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી, જેથી એ પતરાંનું સંયોજન અકબંધ રહે. પ્રાચીન રાજમુદ્રાની છાપમાં સામાન્ય રીતે ઉપલા ભાગમાં એ રાજવંશના લાંછન( પ્રતીક)ની આકૃતિ અને નીચલા ભાગમાં એ રાજાનું નામ અંકિત થતું.
ગુપ્ત સામ્રાટોનું લાંછન ગરુડ, વલભીના મૈત્રકનું નંદી, વાકાટકોનું સૂર્યચંદ્ર, ચાલુક્યોનું વરાહ, રાષ્ટ્રકૂટો પરમાર યાદવ અને શિલાહારનું ગરુડ, કંદબોનું સિંહ, રદોનું હાથી કે વાઘ, પાનું વાઘ, કલચુરિઓનું ગજલક્ષ્મી અને સૈધવોનું મત્સ્ય હતું.૫૮
પાદટીપ ૧. આ શબ્દ કેટલીક વાર લહિયાના અર્થમાં પણ પ્રજાતો. 2. R. B. Pandey, IP, p. 89 ૩. Bihler, IP, p. 150 ૪. Pandey, IP, p. 90. પાંડેય તો “દિવિર ને “દિપિકર' પરથી
ઘટાવે છે. ૫. હ. ગ. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” પૃ. ૫૧૪ $. Pandey, IP, p, 90 6. Bühler, IP, p. 151 ૮, Pandey, IP, p. 92; IE, p. 84
Ć. Pandey, IP, pp. 90 ff. ૧૦. S. I., pp. 254 fr. ૧૧, ગુ. એ. લે., નં. ૧૪૭, ૧૬૭ અને ૨૧૫. કેટલીક પ્રશસ્તિઓમાં તે
રચનાર કવિનું નામ આપેલું છે, પણ હાલ વંચાતું નથી, જેમ કે ગુ. અ.લે., નં. ૧૫૫, ૧૬૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org