________________
અભિલેખનની પદ્ધતિ
શિલા તામ્રપત્ર વગેરે પર કોતરેલા લેખમાં એ લેખ લખાવનાર ઉપરાંત બીજી બેત્રણ વ્યક્તિઓને ફાળો રહેલો હોય છે. કેઈ લેખનું લખાણ તૈયાર કરે છે, કોઈ એ લખાણ શિલા વગેરે પર લખી આપે છે ને કઈ એ પ્રમાણે કતરી આપે છે. આમાંની પહેલી બે ક્રિયાઓ તે તે સમયની પ્રચલિત લેખનપદ્ધતિને અનુસરે છે.
લેખક : અભિલેખનું લખાણ તૈયાર કરનાર સામાન્ય રીતે તેના તરીકે ઓળખાતો. મૌર્ય સમ્રાટ અશોકના લેખોમાં “રવિવાર ' શબ્દ “લેખક” માટે પ્રયોજાયો છે, પરંતુ ત્યાં એ શબ્દ લહિયા કે સલાટના અર્થમાં વધારે બંધ બેસે છે. સમય જતાં રાજ્યતંત્રમાં દસ્તાવેજી લખાણો તૈયાર કરનારાઓને વિશિષ્ટ વગ અસ્તિત્વમાં આવ્યો. આવા લેખકને “વિવિર ” કહેતા આ શબ્દ ઈરાની ભાષાના “દેબીર” શબ્દ પરથી સાસાની કાલ દરમ્યાન પશ્ચિમ ભારતમાં પ્રચલિત થયો હોવાનું સૂચવાયું છે. “લિપિકર” તથા એના પર્યાયરૂપે વપરાયેલો “લિબિકર” કે “દિપિકર' શબ્દ અને “દેબીર” કે “દિવિર” એ બધા શબ્દ ભારતીય–ઈરાની ભાષાનું મૂળ ધરાવતા હોય એ તદ્દન સંભવિત છે.* વલભીના મિત્રક રાજયનાં દાનશાસનના કેટલાક લેખક “દિવિરપતિ” અર્થાત દિવેરેના વડા હતા. એ મોટે ભાગે સંધિ–વિગ્રહ ખાતાના મુખ્ય અધિકારી પણ હતા.૫ “દિવિર” શબ્દ ભારતીય અભિલેખોમાં ૬ઠ્ઠી થી ૮મી સદી દરમ્યાન ખાસ પ્રચલિત હતો. રગતરાિળી જેવા ગ્રંથમાં એ ૧૧મી–૧૨મી સદી દરમ્યાન પ્રયોજાય છે.
દસ્તાવેજી લખાણ માટે સરળ શબ્દ પ્રચલિત હતો. એ પરથી આવું લખાણ લખનારને વરાવ કે વરણનું કહેતા. ક્યારેક એ વર પણ કહેવાતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org