________________
૧૧૬
ભારતીય અભિલેખવિદ્યા લેખ, ડભેઈને વિ. સં. ૧૩૧૧(ઈ. સ. ૧૨૫૫)ને લેખ વગેરે. સોલંકીકાલ પછીના ઘણું અભિલેખ શિલાફલક લેખો રૂપે જ મળે છે; હવે તામ્રપત્ર કે શિલાસ્તંભ જવલ્લે જ મળે છે, જ્યારે પાળિયા પરના લેખ ઠીક સંખ્યા ધરાવે છે.૫૪
માટી : માટી પિોતે પથ્થરના જેવી મજબૂત ને ટકાઉ નથી, પરંતુ મારીને પાણીથી પલાળી તેમાં જોઈતા ઘાટ આપવા સહેલા પડે છે ને આ ઘાટ સુકાતાં કઠણ બને છે. જે એને અગ્નિથી તપાવવામાં આવે તે એ વધુ મજબૂત અને ટકાઉ બને છે.
માટીના આવા પદાર્થોને પકવતા પહેલાં કેટલીક વાર એની પર અભિલેખ અંકિત કરવામાં આવતો, પ્રાયઃ બીબાંની છાપ લગાવીને. પશ્ચિમ એશિયામાં આવા અભિલેખ સંખ્યાબંધ મળે છે, જ્યારે ભારતમાં એ જવલ્લે જ મળે છે.
કેટલીક ઈટ પર બૌદ્ધ ધારણીઓ તથા સૂત્રો કોતરેલાં છે. મથુરાના મ્યુઝિયમમાં કેટલીક મોટી મોટી ઈ ટોની જાડાઈની એક બાજુ પર લગભગ ઈ. પૂ. ૧લી સદીની લિપિમાં મેટા અક્ષરની એકેક પંક્તિ છે. દીવાલમાં એ ઈટ હારબંધ ગોઠવીને એમાંથી સળંગ લખાણ વાંચવાનું અભિપ્રેત છે. કેટલીક વાર ઈ ટો પર કોઈ રાજાએ અશ્વમેધ કર્યાને લગતા લેખ કોતરાત.૫૫
હડપ્પા, મોહેજો-દડે, લોથલ વગેરે સ્થળોએ ફાયન્સ કે માટીના નાના પદાર્થો પર અંકિત કરેલાં મુદ્રાંક મળે છે.પ૬ ઉત્તર ભારતમાં અતિહાસિક કાલનાં સ્થળોએ માટીની આવી સંખ્યાબંધ મુદ્રાઓ તથા મુદ્રાંકો મળ્યા છે, જેમાં કેટલાંક તપાવેલાં અને કેટલાંક પકવેલાં છે. આમાંનાં કોઈ અધિકરણોનાં અને અધિકારીઓનાં છે, કોઈ ખાનગી વ્યક્તિઓનાં ને કોઈ ધાર્મિક સંસ્થાઓનાં. ૫૦ પૈસાના સિક્કા જેવી માટીની અનેક ગુટિકાઓ ગુજરાતમાંય મળી છે; એના પર બૌદ્ધ ધર્મનું તત્ત્વ દર્શાવતી ગાથા કતરી હોય છે.૫૭
માટીનાં વાસણો પર કેટલીક વાર લેખ કોતર્યા હોય છે, જેમ કે વલભીપુર(જિ. ભાવનગર)માંથી મળેલા એક ઘડા પર. આવા અભિલેખને “મૃત્પાત્ર (કે મૃદભાંડ) લેખ” કહે છે. આવાં પાત્ર ધાર્મિક સંસ્થાઓને અર્પણ કરવા માટે કે કોઈનાં પવિત્ર અસ્થિ ભરવા માટે બનાવવામાં આવતાં.૫૮
કેટલાક ઇતર પદાર્થો : આંધ્રપ્રદેશમાં એક બૌદ્ધ વિહારનાં ખંડેરોમાં કેટલાક અભિલિખિત શંખ મળ્યા છે. આ અભિલેખ અર્પણાત્મક પ્રકારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org