________________
૧૧૪
ભારતીય અભિલેખવિદ્યા
મંદિર, વાવ, મસ્જિદ, કબર વગેરેના નિર્માણ તથા જીર્ણોદ્ધારને લગતા ઘણા લેખ શિલા-ફલક પર કોતરેલા હોય છે. હાલ પણ ખાતમુહૂર્ત, ઉદ્દઘાટન,
સ્થાપના, મકાનનું કે માલિકનું નામ વગેરેને લગતા લેખ પથ્થરની તકતી પર કેતરવામાં આવે છે. વિદ્વાન લેખકે રચેલો લેખ શિલા-ફલક પર સલાટ ટાંકણાથી કેતરે તે પહેલાં લહિયો તેની એકેક કે બબ્બે પંક્તિ તેના પર શાહીથી લખી આપતો હોય છે. ૩૭ નાના ફલક પર રેખાપટી રાખીને અને મોટા ફલક પર ગેરથી દોરીની નિશાની લગાવીને લેખની લીટીઓ સીધી કાઢવામાં આવતી. મંદિર વાવ વગેરેની ભીંતમાં તકતીને પ્રાયઃ ગોખલામાં લગાવવામાં આવતી. તકતી પર લેખ કોતરતી વખતે એની ચારે બાજુ હાંસિ છોડવામાં આવતો, લીટી પાડવામાં આવતી કે હાંસિયાની જગા ઊંચી રાખીને અંદરના ભાગ થોડો ઊંડે કરવામાં આવતા. ૩૮ સામાન્ય રીતે લેખ એક ફલક પર કોતરવામાં આવતો, પરંતુ જ્યારે લેખ ઘણે લાંબે હોય ત્યારે તેને એકથી વધુ ફલકો પર કોતરવો પડતો. કુંભલગઢ(મેવાડ)ના કુંભસ્વામી મંદિરમાં મહારાણું કુંભાનો લેખ મોટાં મોટાં પાંચ ફલક પર કોતરાય છે. મેવાડના રાણા રાજસિંહે કરાવેલા “રાજસમુદ્ર” જળાશયને લગતી ૨૪ સર્ગમાં રચાયેલી રાત્રપ્રતિ ૨૪ જેટલાં ફલક પર કોતરેલી છે.૩૯
કેટલાક શિલાલેખ શિલાતંભ પર કોતરવામાં આવે છે. મૌર્ય સમ્રાટ અશકે અનેક ગોળ ઊંચા શિલાતંભ ઘડાવીને એના પર લેખ કોતરાવેલા છે. દેવાલયની આગળ ધ્વજરૂપે સ્થાપેલા સ્તંભને “વજતંભ', જયની યાદગીરી માટે સ્થાપેલા સ્તંભને “જયસ્તંભ અને કીતિ માટે સ્થાપેલા સ્તંભને “કાતિ સ્તંભ કહે છે.૪૦ વિદેહ વ્યક્તિની યાદગીરીના સ્તંભ પર તે વ્યક્તિની મુખાકૃતિ ઘડવામાં આવે. ત્યારે તે સ્તંભને “છાયાસ્તંભ” કહે છે.૪૧ મોટા યજ્ઞની યાદગીરીમાં જે સ્તંભ પર લેખ કોતરવામાં આવતો, તેને “યૂપ” કહે છે.૪૨
વિદેહ થયેલ વ્યક્તિની યાદગીરીમાં પથ્થરની લાટ પર લેખ કોતરી તેને સ્થાપવામાં આવતી, તેને સંસ્કૃતમાં યષ્ટિ અને પ્રાકૃતમાં સ્ત્રષ્ટિ કે રિ કહેતા. દા. ત., અંધ( જિ. કચ્છ)માં શક વર્ષ ૭૨ (ઈ. સ. ૧૩૧)ના ચાર યષ્ટિલેખ મળ્યા છે.૪૩
ઘણી વાર સંગ્રામમાં વીરગતિ પામેલ યોદ્ધાની યાદગીરીમાં તેમ જ પતિની પાછળ સતી થયેલી સ્ત્રીની યાદગીરીમાં શિલા-સ્તંભ કે શિલા–ષ્ટિ પર લેખ કોતરાવવામાં આવતોઆવી શિલાને હાલ પાળિયા તરીકે ઓળખવામાં આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org