________________
૧૧૨
ભારતીય અભિલેખવિદ્યા હવે જોઈએ. ઈસિંગ (૭મી સદી) ભારતીય કાગળને ઉલ્લેખ કરે છે.૨૩ ૮મી સદીના સંસ્કૃત-ચીની કોશોમાં કાગળ માટેના ચીની શબ્દ “સિએ” પરથી થયેલ “ગાય” શબ્દ આપેલો છે; એમાં પાનનું સંસ્કૃતીકૃત વઢિ કે જવર રૂ૫ પણ મળે છે.૨૪ ધારાપતિ ભેજ રાજા(૧૧મી સદી)એ પત્ર–લેખન માટે કાગળનો ઉલ્લેખ કર્યો છે. ૨૫ છતાં એટલું ચોક્કસ છે કે ભારતમાં પ્રાચીનકાળમાં લેખન માટે તાડપત્ર અને ભુજપત્ર જ ઘણાં પ્રચલિત હતાં,
જ્યારે કાગળનો ઉપયોગ વિરલ હતો. પહેલાં અહીં જે દેશી કાગળ બનતો તે ચિકણો ન હોવાથી તેમાં પાકી શાહી ફુટતી હતી. આથી પુસ્તકો લખવા માટે એના પર લાહી લગાવી, એને સૂકવી, એના પર શંખ વગેરે ઘસવામાં આવતા. ૨૬ પ્રાચીન લહિયાઓ કાગળનાં પાન તાડપત્ર કે ભૂજપત્રના કદ પ્રમાણે કાપતા ને દરેક પાનની વચ્ચે છિદ્ર માટે કેરી જગા રાખતા ને કેટલીક વાર એમાં છિદ્ર પાડતા પણ ખરા.૨૭
મધ્યએશિયામાં લગભગ પમી સદીમાં કાગળ પર લખાયેલી હસ્તપ્રત મળી છે. ૨૮ પરંતુ ભારતમાં કાગળ પર જવલ્લે ને તે પણ અહીંની આબોહવામાં અપાયુ નીવડતી. કાગળ પરની જૂનામાં જૂની પ્રાપ્ત હસ્તપ્રત ૧૧મી સદીની છે. ૨૮
લેખન માટે વિવિધ લેખિની (લખાણ) વપરાતી. લાકડાની ગળ તીર્ણ મોંવાળી લેખિનીને “વણક” કહેતા. શાહીથી લખવા માટે બરુ કે વાંસને કિ7 વપરાતો. એને કલમ પણ કહેતા. રંગથી અક્ષરો લખવા માટે વાળવાળી પીંછી વપરાતી તેને “વર્ણવતિ કા” કહેતા. તાડપત્રો પર અક્ષર, કોતરવા માટે ગોળ તીક્ષ્ણ મવાળી “શલાકા” વપરાતી.૩૦
સીધી અને સમાંતર પંક્તિઓ લખવા માટે લાકડાની રેખાપાટીનો કે ઓળિયાનો ઉપયોગ થતો. શાહીથી લીટી દોરવા માટે લાકડાની કાંબી અને જજવળ વપરાતી. વતું દેરવા માટે “પ્રકાર” કે “પરકાર' (કપાસ)ને ઉપયોગ થતો. ૩૧
- રોજિંદાં લખાણ માટે કાચી શાહી અને પુસ્તક લખવા માટે પાકી શાહી વપરાતી. “માધી (શાહી)નો ઉલ્લેખ પૃહ્યસૂત્રોમાં આવે છે. શાહી માટે મેલા’ શબ્દ પણ વપરાતો. શાહીથી લખેલા લખાણને સહુથી જૂનો નમૂનો ઈ. પૂ. ૨જી સદીને મળે છે.૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org