________________
૧૧૦
ભારતીય અભિલેખવિદ્યા દેતાં અક્ષર કાળા બની જતા. લેખન” ના મૂળમાં કોતરવાને અર્થ રહેલો છે.
" પરંતુ ઉત્તર ભારતમાં તાડપત્ર પર કલમ અને શાહી વડે લખવાને રિવાજ પ્રચલિત છે. પુસ્તક લખવા માટે ભૂજપત્રની જેમ તાડપત્રમાં પણ પત્રના ક્રમાંક માટે હાંસિયે અને દોરો પરોવવાના છિદ્ર કે (છિદ્રો ) માટે વચ્ચે કોરી જગા રાખવામાં આવતી. પત્ર ટૂંકા હોય તો બે કોલમમાં અને લાંબા હોય તે ત્રણ કલમમાં લખવામાં આવતું. હાંસિયા અને છિદ્રોની સંખ્યા તે -પ્રમાણે રખાતી...
દક્ષિણ ભારતની ગરમ આબોહવામાં પ્રાચીન તાડપત્ર વધુ નષ્ટ થયાં છે. - તાડપત્ર પર લખેલી હસ્તપ્રતનો સહુથી જૂને નમૂને મધ્ય એશિયામાં મળ્યો છે,
જે ૨જી સદીનો છે. નેપાલમાં પુરાણ ની ૭ મી સદીની પ્રત મળી છે. ગુજરાત, -રાજસ્થાન વગેરે પ્રદેશોમાં ૧૦મી સદી પછીની અનેક તાડપત્ર-પ્રત મળી છે. દક્ષિણ ભારનની ઢબે શલાકાથી કોતરેલા લખાણવાળી જૂની તાડપત્ર–પ્રતો ૧૫મી સદીની મળી છે.’
ગામઠી પાઠશાળાઓમાં તાડપત્રનો ઉપયોગ છેક ૨૦મી સદીની શરૂઆત સુધી થતો. દક્ષિણ ભારતમાં તાડપત્રો પર પુસ્તક લખવાનો રિવાજ હજી થોડા પ્રમાણમાં જળવાઈ રહ્યો છે.
છે , અમુક પ્રકારનાં લખાણ માટે ક્યારેક સુતરાઉ કાપડને ઉપયોગ થતો. એને “પટ”, “પટિકા” કે “કાપસિક પટ' કહેતા. એના પર લોટની પાતળી લાહી લગાવીને એને સૂકવવામાં આવતો ને પછી શંખ વગેરે ઘસીને એને સુંવાળે બનાવવામાં આવતો. નિઆરકસે (ઈ. પૂ. ૪ થી સદી ) આ પ્રકારની લેખનસામગ્રી ભારતમાં વપરાતી હોવાનું જણાવ્યું છે. પાટણ(જિ. મહેસાણું)ના એક જૈન ગ્રંથ-ભંડારમાં ધર્મવિધિ નામે ગ્રંથની વિ. સં. ૧૪૧૮(ઈ. સ. ૧૩૬૧-૬૨)ની એક હસ્તપ્રત છે જે ૧૩” x ૧” કદનાં ૯૩ પટ–પત્રો પર 'લખાઈ છે. રાજસ્થાનમાં ભડલી લેકે પટ પર લખેલાં સચિત્ર પંચાંગ રાખે છે. જૈન દેરાસરમાં દીપિ આદિનાં રંગીન ચિત્રોવાળા પટ જોવામાં આવે છે. માયસેરમાં વેપારીઓ પટ પર હિસાબની વહી લખતા. ગંગેરી મઠમાં બસોત્રણસો વર્ષ જૂની આવી સેંકડો વહીઓ મળે છે.
' કવચિત સુતરાઉ કાપડની જેમ રેશમી કાપડ પર પણ લખાણ લખવામાં આવતું. ૧૦ '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org