________________
૧૧૮
ભારતીય અભિલેખવિદ્યા
ચાંદીનાં ળિયાં તથા વાસણે પર કોતરેલા લેખ મળે છે.૬૩
ભારે કિંમતને કારણે સોના તથા ચાંદીને ઉપયોગ લેખન-સામગ્રી તરીકે વિરલ રહ્યો છે, જ્યારે ધાતુઓમાં તાંબાનો ઉપયોગ વ્યાપક રહ્યો છે.
હડપ્પા અને મોહેજો-દડોમાં એક તામ્રપટ્ટિકાઓ મળી છે. એની એક કે બંને બાજુ પર લખાણ કોતરેલું હોય છે (આકૃતિ ૧૦). ૪
are reat અથવા નામ
*
*ી
VOU
છે,
બને
:
-
આકૃતિ ૧૦ : તામ્રપાદિકા ભારતમાં ઘણા પ્રાચીનકાળથી ભૂમિદાનને મહિમા મનાયો છે. ભૂમિદાનથી દાન લેનારને કાયમી ઉપજનું સલામત સાધન પ્રાપ્ત થતું. ભૂમિનું દાન વારસાગત હોવાથી એ ભૂમિનો ભોગવટો પેઢીઓ ને પેઢીઓ લગી ચાલુ રહેતો. આથી ભૂમિદાન સાથે એને લગતું ખત લખી આપવામાં આવતું ને એ રાજશાસનનું ખત તાંબાના પતરાં પર કોતરાવી આપવામાં આવતું, કેમ કે તાંબુ અવિનાશી છે. દાનશાસન કતરેલા તાંબાના પતરાંને “તામ્રપત્ર” કે “તામ્રશાસન” કે “દાનપત્ર” કહે છે. એમાં લેખને અંતે રાજાના સ્વહસ્ત (દસ્તક) આપવામાં આવતા. ઉત્તર ભારતમાં ભૂજપત્રના નમૂના પરથી કોતરાતાં તામ્રપત્ર ભૂજપત્રના કદનાં હાઈ સંખ્યામાં એક કે બે જ રહેતાં, જ્યારે દક્ષિણ ભારતમાં તાડપત્રના નમૂના પરથી તૈયાર થતાં તામ્રપત્ર તાડપત્રની જેમ લાંબાં અને સાંકડાં હાઈ સંખ્યામાં અનેક રહેતાં. ગુજરાતમાં મિત્રક, ગુજર, સોલંકી વગેરે વંશનાં દાનપત્ર સામાન્ય રીતે બે પતરાં પર કોતરાયાં છે, જ્યારે રાષ્ટ્રકૂટ વંશનાં દાનપત્ર સામાન્યતઃ ત્રણ પતરાં પર કોતરેલાં છે. દક્ષિણ ભારતનાં ઘણાં પતરાં ત્રણથી સાત પતરાં પર કોતરેલા હોય છે. મદુરાથી મળેલું શક વર્ષ ૧૫૦૮(ઈ. સ. ૧૫૮૬)નું દાનપત્ર ૯ પતરાં પર ને રાજેન્દ્ર ચોળનું ૨૩ માં રાજ્યવર્ષનું દાનપત્ર ર૧ પરાં પર કરેલું છે. આ પરાંની આડી કે ઊભી ધાર પાસે એક કે બે કાણું પાડવામાં આવતાં ને એમાં તાંબાની સળી પરોવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org