________________
અભિલેખનની સામગ્રી
૧૧૯
તેની કડી વાળવામાં આવતી. એમાંની એક કડીના સાંધા પર તાંબાનો કે કાંસાનો ગઠ્ઠો લગાવીને તેના પર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી (આકૃતિ
-
Y
***
:
:
$ DE
આકૃતિ ૧૧ : વલભીનું તામ્રશાસન ૧૧), જેથી જુદાં જુદાં શાસનપત્રનાં પતરાંને આડાંઅવળાં જોડી શકાય નહિ. મુદ્રામાં અક્ષર ઊંડા કચવામાં આવતા, તેથી મુદ્રાંકમાં એ ઉપસેલા પડતા. તામ્રશાસનને પ્રાયઃ જમીનની અંદર, કોઠલામાં, કોઠીમાં કે દીવાલની અંદર રાખેલા બાકોરામાં રાખવામાં આવતું. આથી એના છેક ઉપલા તથા છેક નીચલા પતરાની બહારની બાજૂ કરી રાખવામાં આવતી. અર્થાત પહેલા તથા છેલ્લા પતરાની માત્ર અંદરની બાજુ પર લખાણ કોતરવામાં આવતું; વચ્ચેનાં પતરાંની બંને બાજુઓ કેતરવાના કામમાં લેવાતી. પાસે પાસેની અભિલિખિત બાજુઓ એકબીજા સાથે ઘસાય નહિ તે માટે એની કિનારેને થોડી અંદર વાળવામાં આવતી. ૬૫
હસ્તપ્રતોની જેમ તામ્રપત્રો પર પણ લાંબી બાજુને સમાંતર લીટીઓ લખાતી. શિલાની જેમ તામ્રપત્ર પર પણ પહેલાં લહિયે શાહીથી લખી આપતો ને પછી કંસાર તે પ્રમાણે ઓજારથી અક્ષર કોતરતો. ઘણી વાર એ ચાલુ ટાંકણાએ સળંગ કરતો, તો કોઈવાર અલગ અલગ બિંદુઓ રૂપે કોતરતો.૬
પ્રાચીનકાલના ભારતીય અભિલેખોમાં તામ્રપત્ર ઠીક ઠીક સંખ્યામાં મળે છે. ફા–હ્યાન (લગભગ ઈ. સ. ૪૦૦) નોંધે છે તે પ્રમાણે એણે ભારતમાં અનેક બૌદ્ધ વિહારમાં તામ્રપત્રો પર કોતરેલાં દાનશાસન જોયેલાં ને એમાંના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org