________________
૧૨૦
ભારતીય અભિલેખવિદ્યા
કેટલાંક બુદ્ધના સમયનાં હતાં. એમાં બુદ્ધકાલીન તામ્રપત્રોની વિગત ખાતરીવાળી ન ગણાય. પરંતુ ઈસ્વી સનની આરંભિક સદીઓમાં ભારતમાં તામ્રપત્ર કેતરતાં એ ચોક્કસ છે. યુઅન સ્વાંગે (૭મી સદી) નોંધ્યું છે કે કુષાણ રાજા કનિષ્ક બેલાવેલી બૌદ્ધ ભિક્ષુઓની સંગીતિએ તૈયાર કરેલા ત્રણ વિવરણગ્રંથ તામ્રપત્રો પર કોતરાવીને શિલા-મંજૂષાઓમાં મૂકી તેના પર તૂપ ચણવામાં આવ્યા હતા. સાયણકૃત વેદ-ભાષ્ય માટે પણ આવી વાત પ્રચલિત છે. તિરુપતીમાં તામ્રપત્રો પર કોતરેલા તેલુગુ ગ્રંથ મળ્યા છે ને બમ તથા સિલેનમાંથી પણ તામ્રપત્ર પર કોતરેલા ધર્મગ્રંથ મળ્યા છે. એ જોતાં કનિષ્ક અને સાયણને લગતી અનુશ્રુતિ અસંભવિત ન ગણાય. ધર્મગ્રંથની જેમ યંત્રો કોતરેલાં તામ્રપત્ર પણ મળે છે. ૬૭
સેહગૌરા(ઉ. પ્ર.)માંથી મળેલું કહેવાતું તામ્રપત્ર ઈ પૂ. ૩જી સદીના અરસામાં કોતરાયું લાગે છે, પરંતુ એ ખરી રીતે તામ્રપત્ર નહિ પણ કાંસાની તકતી હોવાનું માલૂમ પડયું છે. ૬૮ તો તક્ષશિલામાંથી મળેલું મહારાજ મોગના સમયનું પતિકનું તામ્રપત્ર૬૯ સહુથી જૂનું જ્ઞાત તામ્રપત્ર ગણાય. આ તામ્રપત્ર વર્ષ ૭૮ નું છે, જે વર્ષ પ્રાયઃ વિક્રમ સંવતનું હોઈ ઈ પૂ. ૧લી સદીનું ગણાય. આ તામ્રપત્ર ભૂમિદાનને લગતું નહિ, પણ બૌદ્ધ સ્તૂપ તથા સંધારામના નિમણને લગતું છે. કનિષ્કના સમયનું તામ્રપત્ર પણ મળ્યું છે, જે વર્ષ ૧૧ (ઈ. સ. ૮૯) નું છે. આ તામ્રપત્ર યષ્ટિ-પ્રતિષ્ઠાને લગતું છે.૭૦ ગુપ્ત સમ્રાટોના વંશમાં સમુદ્રગુપ્તના નામે પાછળથી બનાવટી તામ્રપત્ર કરાયેલાં છે. પરંતુ કુમારગુપ્ત ૧ લાના સમય(૫ મી સદી)થી ભૂમિદાનને લગતાં ખરાં તામ્રપત્ર મળ્યાં છે. દક્ષિણ ભારતમાં ૭૩ તથા ગુજરાતમાં ૪ થી સદીથી શરૂ થતાં તામ્રપત્ર પ્રાપ્ત થયાં છે, જેમાં પણ ભૂમિદાનને લગતાં રાજશાસન કોતરેલાં છે. વલભીના મૈિત્રક રાજ્યનાં ૧૦૦ થી વધુ તામ્રશાસન મળ્યાં છે એમાં દાનશાસનનું લખાણ તામ્રપત્રની અંદરની બાજુ પર કોતરેલું હોય છે (પટ્ટ ૪).
કેટલીક વાર તામ્રપાત્રો પર એના માલિકનાં નામ કોતરવામાં આવે છે. ઘણું તાપ્રતિમાની બેસણી પર એને લગતા લેખ કોતરેલા છે.
તાંબાની તકતીઓ અથવા મુદ્દાઓ પર નાના બૌદ્ધ ગ્રંથ કોતરાતા.૫
નાની કિંમતના નાણું માટે તાંબાના સિકકા ભારતમાં પ્રાચીનકાળથી પ્રચલિત છે. તેના પર લખાણ કોતરેલું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org