________________
અભિલેખનની સામગ્રી
પિત્તળ : ધાતુપ્રતિમાં પિત્તળની મૂર્તિ એ ઘણી પ્રચલિત છે.૭૪ નાની પ્રતિમાઓની પીઠ પર તેમ જ નાની મોટી પ્રતિમાઓની બેસણ પર ઘણી વાર એને લગતો લેખ કોતરેલો હોય છે. આવી સેંકડો ધાતુપ્રતિમાઓ છે, ખાસ કરીને જૈન મંદિરમાં. આ પ્રતિમાઓ પરના લેખ ૭મી સદીથી કોતરેલા છે. ૭
જૈન મંદિરોમાં પિત્તળની તકતીઓ પર “નમોકાર' મંત્ર તથા યંત્ર કોતરેલાં હોય છે ૩૮ મંદિરના દ્વાર પર કેટલીક વાર દાનને લગતા લેખ કતરેલી પિત્તળની તકતીઓ લગાવવામાં આવે છે.૭૯
et
* *
: ',''.
"*
:::
કાંસું : સોહગૌરામાંથી ઈ. પૂ. ૩જી સદીના અરસામાં કોતરેલી કાંસાની તકતી મળી છે. મણિયાલા(પશ્ચિમ પંજાબ)માંથી પણ કાંસાની એક પ્રાચીન અભિલિખિત તકતી મળી છે. તામ્રપત્રોની કડીના સાંધા પર લગાવેલાં મુદ્રાંક સામાન્ય રીતે કાંસાનાં હોય છે, તેમાં રાજમુદ્રાની છાપ લગાવી હોય છે.૮૦ વલભીની રાજમુદ્રામાં નંદિના પ્રતીકની અને શ્રીમન્ન નામની છાપ પડતી( આકૃતિ ૧૨ ). મંદિરોમાં લટકતા કાંસાના કેટલાક ઘંટ પર તેના ભેટને લગતા લેખ કોતર્યા હોય છે.૮૧ આકૃતિ ૧૨ ઃ વલભીની રાજમુદ્રા
લોઢું : દિલ્હી પાસે આવેલ મેહરૌલીમાં કુતુબમિનાર પાસે જે પ્રસિદ્ધ લોહસ્તંભ છે, તેના પર પમી સદીનો સંસ્કૃત લેખ કોતરેલો છે. આબુ પર્વત પર અચલેશ્વરના મંદિરમાંના લોહના મોટા ત્રિશૂલ પર વિ. સં. ૧૪૬૮ (ઇ. સ. ૧૪૧૨ )નો લેખ કોતરેલો છે. ચિતોડ, જુનાગઢ વગેરે સ્થળોએ આવેલી જૂની લોખંડની તોપ પર લેખ જોવા મળે છે. સિક્કાઓ પાડવા માટેનાં બીબાં સામાન્ય રીતે લોખંડનાં બનતાં હતાં. એના પર અક્ષર ઊલટા મરોડમાં કોતરાતા.૦૨
સીસું : સાતવાહન વગેરે વંશના કેટલાક સિક્કા સીસાના છે, જેના પર લખાણ મુદ્રાંકિત કરેલું છે.
કલાઈ : અભિલેખન માટે આ ધાતુનો ઊપગ ભાગ્યે જ થતો. એક પ્રાચીન બૌદ્ધ ગ્રંથ કલાઈનાં પતરાં પર કોતરવામાં આવેલ, તે હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં છે.૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org