________________
અભિલેખનની સામગ્રી
જે લખાણ લાંબે વખત ટકે તેવી ઉપયોગિતા ધરાવતાં હોય તેને શિલા ધાતુ વગેરે ટકાઉ પદાર્થો પર કોતરાવવામાં આવતાં. આ લખાણ એના પર કોતરવામાં આવે તે પહેલાં એને ભૂજપત્ર, તાડપત્ર કે કાગળ જેવા પ્રચલિત પદાર્થ પર લખી આપવામાં આવતું. કેટલીક વાર એ લેખનપદાર્થના કદ, આકાર વગેરેની અસર અભિલેખન–પદાર્થના કદ, આકાર વગેરે પર થતી. આથી અભિલેખનની સામગ્રીનું નિરૂપણ કરતાં પહેલાં લેખનની સામગ્રીનો પરિચય કરી લઈએ.
લેખન સામગ્રી
ઉત્તર ભારતમાં લેખન માટે ભૂર્જપત્ર પ્રચલિત હતાં. હિમાલય પ્રદેશમાં ભૂજ નામે વૃક્ષ પુષ્કળ પ્રમાણમાં થાય છે, તેની છાલમાંથી ભૂજપત્ર તૈયાર કરવામાં આવતાં. પહેલાં એ ઉત્તરપશ્ચિમ ભારતમાં પ્રચલિત હતાં; પછી ઉત્તર ભારત, મધ્ય ભારત અને મધ્ય એશિયામાં પણ પ્રચલિત થયાં. સિકંદરના સમકાલીન કટિયસે (ઈ. પૂ. ૪ થી સદી) એને ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ તેના અનેક ઉલ્લેખ આવે છે. અલબેરુની(ઈ. સ. ૧૦૩૦)એ એનું વિગતવાર વર્ણન કર્યું છે. ભૂજવૃક્ષની છાલમાંથી લગભગ એક ગજ લાંબાં અને એક વેંત પહોળાં પત્ર કાપવામાં આવતાં ને એના પર તેલ લગાવીને તથા ઘસીને એને મજબૂત અને સુંવાળાં બનાવવામાં આવતાં. એના પર કલમ વડે શાહીથી લખવામાં આવતું. પુસ્તકના લેખનમાં પત્રોની વચ્ચે છિદ્ર માટે કોરી જગ્યા રાખવામાં આવતી, જેથી પછી એ છિદ્રોમાં દોરો પરોવીને એને ગ્રંથરૂપે બાંધી શકાય; વળી હાંસિયામાં દરેક પત્રના પૃષ્ઠભાગ પર તે તે પત્ર ક્રમાંક લખવામાં આવતો.૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org