________________
ખરેષ્ઠી લિપિ
પ્રાચીન ભારતીય લિપિઓમાં બ્રાહ્મી પછી ખરોષ્ઠીનું સ્થાન રહેલું છે. એ લિપિ સમય જતાં સદંતર લુપ્ત થઈ હોવાથી બ્રાહ્મીની પહેલાં ખરોષ્ઠી લિપિને વિચાર કરી લઈએ.
નામ
“ખરોષ્ઠી” નામ વિચિત્ર છે. એના અર્થ માટે અનેક તર્કવિતર્ક થયા છે.
(૧) ચીનના બૌદ્ધ વિશ્વકોશ “ફયુઅન–ચુ-લિન (ઈ. સ. ૬૬૮)માં જણાવ્યા મુજબ આ લિપિ ખરેષ્ઠ નામે દૈવી શક્તિએ ઉપજાવેલી ને ખરોષ્ઠ ને અર્થ “ખર ગર્દભ )ને ઓષ્ઠ ()” થાય છે.
(૨) ખરેષ્ઠ લોકો અર્થાત હિંદની વાયવ્ય સરહદ પર રહેતા યવનો, શકો, તુષાર વગેરે બર્બર લોકોએ પ્રયોજેલી લિપિ.૨
(૩) મધ્ય એશિયામાં આવેલા કાશગર પ્રદેશના નામનું સંસ્કૃત રૂપ ખરેષ્ઠ થાય, તે પરથી ત્યાં પ્રયોજાયેલી લિપિ.૩
(૪) ઈરાની રાબ્દ ખર-એષ્ટ (ગર્દભ—ચમ) પરથી “ખરોષ્ઠી” રૂપ થયું છે ને આ લિપિનાં લખાણ ગભ-ચમ પર લખાતાં.૪
(૫) “ખરેષ્ઠ' શબ્દ અરમાઈક શબ્દ “ખરેષ્ઠ ”નું ભારતીય રૂપ છે."
(૬) ખરોષ્ઠ” એ સંસ્કૃત “ખરીષ્ઠ નું પ્રાકૃત રૂપાંતર છે ને એના ઘણાખરા અક્ષર લાંબા વળાંકવાળા હોઈ ખર(ગર્દભ)ના હાલતા આઠના જેવા દેખાતા હોઈ એ લિપિ આ નામે ઓળખાઈ
આ ભિન્ન મત પૈકી કયો મત યથાર્થ ગણવો એ નક્કી કરવું મુશ્કેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org