________________
{ ભારતીય-મુસ્લિમ લિપિઓ અને સુલેખન-શૈલીઓ ભારતમાં મુસ્લિમ અભિલેખ પહેલાં અરબીમાં અને ફારસીમાં લખાતા. | સિંધમાં અરબ હકુમત ૮મી સદીના બીજા દાયકામાં સ્થપાઈ ને ૧૦મી૧૧મી સદી દરમ્યાન ઉત્તર ભારત ઉપર મુસ્લિમોનાં આક્રમણ થયાં કર્યા, છતાં હાલ ત્યાં એ કાલના મુસ્લિમ અભિલેખ જવલ્લે જ મળે છે. મુસ્લિમ અભિલેખો ત્યાં મુખ્યત્વે ૧૩મી સદીના આરંભથી મળે છે, જ્યારે દિલ્હીમાં સલ્તનત સ્થપાઈ
શરૂઆતમાં ભારતીય-મુસ્લિમ અભિલેખ અરબીમાં લખાતા, જે મુસ્લિમ જગતની ધાર્મિક તથા સાહિત્યિક ભાષા હતી. અપવાદરૂપે દિલ્હીની કુબ્ધતુલ– ઇસ્લામ મસ્જિદને લેખ (ઈ. સ. ૧૧૯૧) તથા બુદાઉં(ઉ. પ્ર.)ની શેખ અહમદ ખાનદાનની કબરને લેખ (ઈ. સ. ૧૨૮૪) ફારસીમાં લખાયા છે. અલબત્ત એમાંનાં ધાર્મિક લખાણ તો અરબીમાં જ છે. ૧૨ મી સદીના છેલ્લા દાયકાથી માંડીને ૧૩મી સદીના નવમા દાયકા સુધી મુસ્લિમ લેખ મોટે ભાગે અરબી માં લખાતા.
ખલજી સલ્તનત(ઈ. સ. ૧૨૯૦-૧૩૨૦)ના અમલ દરમ્યાન અહીં મુસ્લિમ અભિલેખો માટે અરબીની જગ્યાએ ફારસી પ્રચલિત થવા લાગી ને સમય જતાં એનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું. પ્રાંતમાં સ્થપાયેલી સલ્તનતોમાં પણ અરબીની પડતી થતી ગઈ; પરંતુ બંગાળામાં અરબીની બોલબાલા લાંબો વખત ચાલુ રહી. અરબી અભિલે સામાન્ય રીતે ગદ્યમાં લખાતા. ભારતમાં પદ્યબદ્ધ અરબી અભિલેખને સહુથી જૂને નમૂન ત્રિબેની(પ. બંગાળા)માં ઈ. સ. ૧૩૧૩–૧૪ નો મળે છે.૨
ભારતીય-મુસ્લિમ અભિલેખમાં સંખ્યાદર્શક શબ્દસંકેતને સહુથી જૂને નમૂને પણ એમાં મળે છે. ૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org