________________
અભિલેખોની ભાષાઓ
૯
પ્રજાની ભાષા હતી. આ રાજ્યના અન્ય અભિલેખ પ્રાકૃત ભાષામાં જ છે, જેમ કે ગ્રીક રાજા મિનેન્દ્રના સમયના શિનકોટ મંજૂષા–લેખ, મહાક્ષત્રપ રાજુલા તથા શાસના સમયના મથુરા લેખ, શક રાજા મોગનું તક્ષશિલા તામ્રપત્ર૧૧ પલવ રાજા ગાંડફરનીસને તખ્ત–ઈ–બાહી શિલાલેખ. ૧૨ કુષાણ રાજાઓના સમયના અભિલેખોમાં સંસ્કૃતની છાંટ ધરાવતી પ્રાકૃત ભાષામાં છે.૧૩
પશ્ચિમી ક્ષત્રપ વંશના રાજાઓના અભિલેખ પણ મોટે ભાગે પ્રાકૃત ભાષામાં છે, જેમ કે નહપાનના સમયના ગુફાલેખ૪ તથા ચાબ્દન-રુદ્રદામાના સમયના અંધૌ યષ્ટિલેખ.૧૫ આ રાજાઓના સિકકાઓના અગ્ર ભાગ પર ગ્રીક-મન અક્ષરેના મરેડ તથા પૃષ્ઠ ભાગ પર પ્રાકૃત ભાષામાં લખાણ હોય છે.
રાજ શાસનમાં તથા અભિલેખોમાં પ્રાકૃતને સ્થાને સંસ્કૃત ભાષા ખાસ કરીને ગુપ્તકાલ દરમ્યાન પ્રચલિત થઈ. એ અગાઉ રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશ જેવા પ્રદેશોમાં ભારતીય રાજ્યમાં તેમ જ શક રાજાઓના કેટલાક લેખોમાં સંસ્કૃત ભાષા પ્રજાવી શરૂ થઈ જાય છે, જેમ કે રાજા સર્વતાતના સુંડી શિલાલેખ(ઈ. પૂ. ૧ લી સદી)માં તથા રાજા ધનદેવના અયોધ્યા શિલાલેખ(ઈ. સ. ૧ લી સદી)માં તેમ જ મહાક્ષત્રપ શોડાસના સમયના થોડાક મથુરા અભિલેખો (ઈ. સ. ની ૧ લી સદી)માં. મહાક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢ શૌલલેખ (ઈ.સ. ૧૫૦) તો પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાનો જ નહિ, તેની ઉચ્ચ ગદ્યશૈલીને ય સુંદર નમૂનો છે, જે રૌલી આગળ જતાં દંડી, સુબંધુ અને બાણભટ્ટની વિખ્યાત ગદ્યકૃતિઓમાં પ્રજાઈ છે. એ ક્ષત્રપ રાજ્યના પછીના લેખોમાં પ્રાકૃતિની છાંટવાળું સંસ્કૃત પ્રજાયું છે. રાજા રુદ્રસેન(૩ જા)ના સમયનો દેવની મોરી સમુગક–લેખ(લગભગ ઈ. સ. ૩૭૫)૧૮ સંસ્કૃત પદ્યને નમૂનો પૂરો પાડે છે. પરંતુ ત્યારે તો ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષા પ્રચલિત થઈ ચૂકી હતી.
મગધના ગુપ્ત સમ્રાટોના સિક્કાઓ પરનું લખાણ પ્રશિષ્ટ સંસ્કૃતમાં છે. એ સમ્રાટોના શિલાલેખે તથા તામ્રપત્ર-લેખો પણ સંસ્કૃત ભાષામાં છે. ૧૮ કુષાણકાલ દરમ્યાન અશ્વષ જેવા કવિઓને હાથે સાહિત્યમાં સંસ્કૃત કાવ્યો તથા નાટકોની રચના થવા લાગેલી, પરંતુ ગુપ્તકાલ દરમ્યાન કાલિદાસ જેવા કવિઓની કૃતિઓ દ્વારા ભારતીય સાહિત્યમાં સંસ્કૃત ભાષાની બોલબાલા પ્રવતી હતી..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org