________________
૧૦૨
ભારતીય અભિલેખવિદ્યા ભાષાની અસર થતી વરતાય છે. ૧૫મી સદીથી મલયાળમ લખાણ વળતુ લિપિમાં લખાતાં.૩૯
દક્ષિણ કન્નડ પ્રદેશમાં તુળ ભાષા વપરાતી ને તેનાં લખાણ મલયાલમ લિપિમાં લખાતાં. આ પ્રકારના ડાક અભિલેખ મળ્યા છે, જેની લિપિને મરેડ ૧૫મી સદીને છે. તે
આમ દક્ષિણ ભારતના અભિલેખમાં દ્રવિડકુલની ભાષાઓ પૈકી તમિળ અને કાનડીને ઉપયોગ ઘણો વહેલો શરૂ થયો હોવાનું માલૂમ પડે છે. તેલુગુ ઉપગ ડે મોડો શરૂ થયો, જ્યારે મલયામિ તથા તુળ ભાષાને ઉપયોગ ઘણું મોડે શરૂ થશે.
આ દરમ્યાન ઉત્તર ભારતમાં ભારતીય–આર્ય કુલની નવ્ય પ્રાદેશિક ભાષાઓ પ્રચલિત થતાં ધીમે ધીમે તેને ઉપયોગ અભિલેખોમાં પણ થવા લાગ્યો.
આ અભિલેખોમાં પહેલવહેલે પ્રવેગ મરાઠી ભાષાને મળ્યો છે. મરાઠી સાહિત્યમાં ગીતા પરની જ્ઞાનેશ્વરી ટીકા ઈ. સ. ૧૨૯૬માં રચાઈ, જ્યારે એ ભાષાના કેટલાંક અભિલેખ એ અગાઉ છેક ઈ. સ. ૧૦૬૦ સુધીના મળ્યા છે.૪૧ એમાંના ઘણા લેખ ૧૨મી સદીના છે.૪૨
દેવગિરિના યાદવ રાજાઓએ મરાઠી ભાષાને ખાસ પ્રોત્સાહન આપ્યું. તેઓનાં કેટલાંક તામ્રપત્ર અંશતઃ સંસ્કૃતમાં અને અંશતઃ મરાઠીમાં લખાયાં છે.૪૩ શિલાહાર વંશના રાજાઓનાં તામ્રપત્રોમાં પણ તેવું જ છે.૪૪ તેરમી સદીથી કાનડી-મરાઠીમાં લખાયેલા દ્વિભાષી લેખ મળે છે.૪૫ એવી રીતે તેલુગુમરાઠી અને ફારસી-મરાઠી લેખ પણ મળે છે.૪૬ મરાઠા રાજ્યનાં કેટલાંક અનુકાલીન તામ્રપત્ર મરાઠીમાં લખાયાં છે.૪૭
હિંદી ભાષામાં લખાયેલા પ્રાચીન અભિલેખ મધ્યપ્રદેશમાં ૧૧મી સદી સુધીના મળ્યા છે.૪૮ એમાં ખાસ કરીને પ્રતિમાલેખો તથા પાળિયા–લેખોને સમાવેશ થાય છે. ૧૫મી–૧૬મી સદીથી આવા અનેક અભિલેખ લખાતા. રાજસ્થાની, ગઢવાલી વગેરે બોલીઓમાં લખેલા અનેક અભિલેખ મળ્યા છે.૪૯
નેપાલી, પંજાબી વગેરે ભાષાઓમાં પણ છેડા પ્રાચીન અભિલેખ
મળ્યા છે.પ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org