________________
અભિલેખાતી ભાષા
૧૦૧
તમિળનાડુના મુખ્ય રાજવ શાની જેમ તેના સામતાનાં તામ્રપત્ર પણ શરૂઆતમાં સંસ્કૃત—તમિળમાં અને આગળ જતાં માત્ર તમિળમાં લખાતાં. તાંજોર અને મદુરાના નાયકોનાં દાનપત્ર તેલુગુમાં કે તમિળમાં છે; વિજયનગર રાજ્યનાં કેટલાંક દાનપત્ર પણ તમિળમાં છે.૨૭
કાનડી ભાષાના સહુથી જૂના સાત અભિલેખ ૬ઠ્ઠી સદીથી શરૂ થાય છે, જેમ કે ચાલુકય નરેશ મોંગલેશ(ઈ. સ. ૧૯૮-૬૧૦)ના એક બાદામી ગુફાલેખ.૨૮ બાદામીના ચાલુકચ રાજાઓનાં તામ્રપત્ર સંસ્કૃતમાં લખાયાં છે, જ્યારે તેમના સમયના ધણાખરા શિલાલેખ કાનડીમાં છે.૨૯ રાષ્ટ્રકૂટા, ઉત્તરકાલીન ચાલુકયો, કલચુરિએ અને વિજયનગરના રાજાએનાં કાનડીભાષી પ્રદેશનાં દાનશાસન સ ંસ્કૃતમાં કે સંસ્કૃત અને કાનડીમાં છે.૩૦ વિજયનગરના રાજાએ સામાન્ય રીતે સંસ્કૃત ભાષામાં અને નંદિનાગરી લિપિમાં દાનપત્ર લખાવતા; તેઓનાં થોડાં તામ્રપત્ર પણ સંસ્કૃત-કાનડીમાં કે માત્ર કાનડીમાં છે. માયસેારના પછીના રાજાઓના અભિલેખ કાનડીમાં છે.
તેલુગુભાષી પ્રદેશનાં પ્રાચીન દાનપત્ર ( પમી થી ૮મી સદી) સંસ્કૃતમાં લખાતાં. તેલુગુ ભાષાને પ્રયાગ લગભગ ૯મી સદીથી જ જોવા મળે છે. છતાં ધણા શિલાલેખ ૬ઠ્ઠી સદીના અંતથી તેલુગુમાં લખાતા. આ લેખ તેલુગુ-ચેાળ રાજાઓના છે.૩૨
વેગીના ચાલુકય રાજાએનાં શરૂઆતનાં તામ્રપત્ર મેટે ભાગે સંસ્કૃતમાં લખાતાં; અપવાદરૂપે કાઈ તામ્રપત્ર અંશતઃ સંસ્કૃતમાં અને અંશતઃ તેલુગુમાં લખાતાં.૩૩ પરંતુ તેના સમયના શિલાલેખ તેલુગુમાં લખાતા.૩૪ પૂર્વના ગંગા, ચાલુકયો, તેલુગુ-ચેાળા, કાકતીયા, ગજપતિઓ, વિજયનગરના રાજાએ વગેરે અનુકાલીન રાજાએાના શિલાલેખ તેલુગુમાં છે, જ્યારે તેનાં સાત દાનપત્ર સંસ્કૃતમાં છે.૩૫ રેડ્ડો રાજ્યનાં કેટલાંક તામ્રપત્ર અશતઃ સૌંસ્કૃતમાં અને અંશતઃ તેલુગુમાં છે. વિજયનગરના રાજ્યનાં તામ્રપત્ર સામાન્ય રીતે સંસ્કૃતમાં લખાતાં, છતાં થોડાંક તેલુગુમાં પણ લખાયાં છે.૩૬ તાંજોર અને મદુરાના નાયક રાજાઓનાં કેટલાંક તામ્રપત્ર સંસ્કૃત-તેલુગુમાં તે કેટલાંક માત્ર તેલુગુમાં લખાયાં છે.૩૭
કેરલ પ્રદેશમાં ૧૪મી સદી સુધી અભિલેખા માટે તામિળ ભાષાને ઉપયાગ થતા તે તે લખાણ વરૃળુતુ લિપિમાં લખાતાં.૩૮ તેરમી સદીથી મલયાળમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org