________________
૧૦૪
ભારતીય અભિલેખવિદ્યા ભાષા ચંખ્યાલી છે, જે કાશ્મીરી ભાષાનું એક સ્થાનિક સ્વરૂપ છે. ચંબા રાજ્યના દ્વિભાષી લેખને આરંભ તથા અંત સંસ્કૃતમાં હોય છે, જ્યારે એનો વિચલે ભગિ પ્રાદેશિક ભાષામાં હોય છે. આરંભ તથા અંતનું લખાણ દસ્તાવેજી રૂઢ ઢબનું હોય છે. શાસલેખમાં નોંધવાની મુખ્ય હકીકત એના વચલા ભાગમાં આવતી હોય છે.
ઓરિસ્સામાં પણ પ્રાચીન અભિલેખ સંસ્કૃતમાં લખાતા. એમાં એરિયા ભાષાની અસર છેક ૧૦ મી સદીથી શરૂ થઈ જાય છે. પૂરેપૂરા એરિયા ભાષામાં લખેલા લેખ ૧૩ મી સદીથી દેખા દે છે. પૂવી ગંગ વંશ તથા ગજપતિ વંશનાં દાનપત્ર મોટે ભાગે અંશતઃ સંસ્કૃતમાં અને અંશતઃ એરિયામાં લખાતાં,
જ્યારે તેઓના સમયના શિલાલેખ સામાન્ય રીતે પૂરેપૂરા એરિયા ભાષામાં લખાતા. પછીના સમયમાં અભિલેખોમાં મુખ્યત્વે એરિયા ભાષા વપરાતી.
બંગાળામાં પ્રાચીન રાજશાસનમાં સંસ્કૃત ભાષાની બેલબાલા હતી. તેરમી સદીમાં આ સંસ્કૃત લખાણોમાં પ્રાદેશિક ભાષાની અસર થયેલી વરતાય છે. છતાં મધ્યકાલ દરમ્યાન પણ અહીં મુખ્યત્વે સંસ્કૃત ભાષા વપરાયા કરી ને બંગાળી ભાષાને ઉપગ વિરલ રહ્યો. ત્રિપુરાના રાજાઓનાં ઘણાં દાનપત્ર સંસ્કૃતમાં લખાયાં છે, જ્યારે ડાંક તામ્રપત્ર બંગાળીમાં પણ લખાયાં. બંગાળીમાં લખાયેલાં દાનપત્ર ૧૫ મી સદીથી દેખા દે છે.
ઉત્તર બિહારમાં મૈથિલી ભાષાનો ઉપયોગ છેક ૧૭મી સદીના અભિલેખોથી જોવામાં આવ્યો છે.
આસામના આહામ રાજાઓના સિક્કાઓ તથા તામ્રપત્રો પરનાં લખાણ શરૂઆતમાં આહામ ભાષામાં લખાતાં. પરંતુ તેઓનું ભારતીયીકરણ થતાં તેઓએ એને બદલે સંસ્કૃત અને આસામી ભાષાનો ઉપયોગ કર્યો. આ અભિલેખ ૧૭ મી–૧૮ મી સદીના છે. ઉત્તરકાલીન આહોમ રાજાઓના શિલાલેખ સામાન્ય રીતે સંસ્કૃતમાં લખાતા.
મુસ્લિમ વંશોના અમલ દરમ્યાન તેઓના રાજ્યમાં અરબી કે ફારસી રાજભાષા બની. સિંધમાં છેક ૮ મી સદીમાં અરબ સત્તા સ્થપાઈ, પરંતુ ત્યાં કોઈ પ્રાચીન અભિલેખ મળ્યા નથી. હિંદમાં પ્રાચીન મુસ્લિમ અભિલેખ મુખ્યત્વે દિલ્હીમાં સનત સ્થપાઈ (ઈ. સ. ૧૨૦૬ ) તે પછીના મળે છે. મમલ્ક વંશના અમલ દરમ્યાન અરબી ભાષા સલ્તનતની રાજભાષા તરીકે સ્થાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org