________________
ભારતીય અભિલેખવિદ્યા -આડી કે ત્રાંસી સીધી રેખાઓના કોણીય કે ખૂણાદાર સંયોજન વડે લખાય છે. આ મરેડ (પટ્ટ ૫ અ) ઇમારતો, સિક્કાઓ કે ચીની માટીનાં વાસણો પર અભિલેખો કોતરવા માટે તેમ જ કુરાને શરીફની સુશોભિત હસ્તપ્રતો તૈયાર કરવા માટે પ્રયોજાતા. પરંતુ રોજિંદા વ્યવહારમાં ઝડપથી લખવા માટે આવા સીધા અને ખૂણાદાર મરોડ માફક ન આવે. આથી એ માટે વળાંકદાર મરોડ પ્રચલિત થયો. એને “નખ” (લખાવટ) કહે છેઃ (પટ્ટ ૫ આ). અલંકૃત લખાણમાં કૂફી વપરાતી ને રોજિંદાં લખાણોમાં નખ. સમય જતાં કૂફી મરોડમાં ભૌમિતિક તથા ફૂલપત્તીની ગૂંથણની અનેકવિધ અવનવી શૈલીઓ ઘડાઈ.
દરમ્યાન ઈને મુકલાએ નખ શૈલીમાં અક્ષરની સધાઈ તથા ગળાઈનું પ્રમાણ ઠરાવી તેને આખરી સ્વરૂપ આપ્યું ને સાથે સાથે નખ શૈલીનાં લક્ષDોમાં થોડા થોડા ફેરફાર કરી બીજી પાંચ શૌલીઓ ઘડી–મુહકકક, રેહાન, થુલ્ય, તૌકીએ અને રિકાઅ. નખ અને એમાંથી નીકળેલી આ પાંચ શૈલીઓ “છ કલમ” તરીકે ઓળખાય છે.૧૧ એમાં નખ પછી યુથે લોકપ્રિય છે. નખ પાતળી કલમથી લખાય, જ્યારે યુથ જાડી કલમથી લખાય. બીજુ, શુલ્કમાં અક્ષરોના આડા બંધ નખની જેમ સીધા નહિ પણ સહેજ ગોળાઈમાં ખેંચાય છે. આથી નખ કરતાં થુલ્થ વધુ કલાત્મક લાગે છે.૧૧ વળી ૧૩ મા સૈકામાં ઈરાનમાં
તાલીક' નામે એક નવી શૈલી ખીલી. તેમાં બંધ લચકદાર હોય છે ને તે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખેંચાતી વખતે સહેજ નીચે ઢળતા લખાય છે. આ શૈલીની ઈરાનમાં બે સૈકા સુધી બોલબાલા રહી.૧૨
ચૌદમી સદીમાં નખ અને તાલીકના સમન્વયમાંથી “નસ્તાલીક' નામે અવનવી શૈલી ઘડાઈ. એમાં અક્ષરના મરોડ વળાંકદાર અને સુંદર છે. તેના આડા બંધ અર્ધચંદ્ર જેમ ગોળ હોય છે ને ઊભા બંધ વધુ લાંબા હોય છે. એમાં ગોળાઈનું સંપૂર્ણ સમતુલન હોય છે તેમ જ તેના ઊભા કે આડા બંધને લાલિત્યપૂર્ણ ઢાળ હોય છે (પદ ૬ અ).૧૩
- સુલેખન–શૈલીનું સહુથી આલંકારિક સ્વરૂપ “તુગ્રા શૈલી માં જોવા મળે છે. એમાં કોઈ પણ નામ, ધર્મસૂત્ર કે સુવાક્ય ઉપરનીચે, આગળ પાછળ કે કોઈ પણ અન્ય રીતે ગૂંથેલા અક્ષરો મુખ્યતઃ અલંકરણના હેતુથી લખાય છે. લેખનાક્ષરોના વળાંકમાં છૂટ લઈ એમાં બાજ, વાઘ, હાથી, ઘડે વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org