________________
ભારતીય-મુસ્લિમ લિપિઓ અને સુલેખનશૈલીઓ ૯૩
શરૂઆતના ફારસી અભિલેખ પણ સામાન્ય રીતે ગદ્યમાં લખાતા. ફારસી પદ્યબદ્ધ અભિલેખને સહુથી જૂનો નમૂનો અલાઉદીન ખલજીના સમય(ઈ. સ. ૧૨૯૬-૧૩૧૬)ને છે.૪ ૧૬ મી સદીમાં મુઘલ સામ્રાજ્ય સ્થપાતાં ફારસી રાજ્યની સત્તાવાર ભાષા બની ને અરબીનું સ્થાન લગભગ લુપ્ત થઈ ગયું. ફારસીમાં પદ્યબદ્ધ લખાણ વધુ પ્રમાણમાં પ્રચલિત થયાં, પરંતુ કાવ્યની દષ્ટિએ એ લખાણ ઉચ્ચ કોટિનાં ભાગ્યે જ હતાં ને એમાં વ્યાકરણ તથા છંદની અનિયમિતતાઓ. પણ રહેતી.૫ છતાં દસ્તાવેજી લખાણો, અભિલેખો અને સાહિત્યમાં ફારસીની, બોલબાલા રહી.
પરંતુ સમય જતાં ભારતની સ્થાનિક ભાષાઓ તથા ફારસી વચ્ચેના સંપર્કમાંથી ઉર્દૂ નામે નવી ભાષા પ્રચલિત થઈ. આ ભાષા વધુ ને વધુ પ્રચલિત થતાં રાજભાષા તરીકે ફારસીનું મહત્ત્વ ઘટી ગયું. ઉર્દૂમાં લખાયેલા અભિલેખન સહુથી જૂનો જ્ઞાત નમૂને દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયાના સ્થાનકમાં ઈ. સ. ૧૭૫૫નો મળ્યો છે. પરંતુ ગદ્ય તથા પદ્યમાં ઉર્દૂ અભિલેખ વધુ પ્રમાણમાં લખાતા થયા ઈ. સ. ૧૮૫૭ પછી.
ઉર્દૂ લિપિમાં કુલ ૪૬ વર્ણ છે, તેમાં ૨૮ વર્ણ અરબી છે, ૪ ફારસી છે ને બાકીના સાધિત છે. ર, ૩, અને હું એ અનુક્રમે ૩, ૪ અને ૨ પરથી તેમ જ મે, ૨, ૨, ૩, ૪, ૪, ૫, ૩, ૪, અને અનુક્રમે ૧, ૨, ૩, ૪, ૧, ૨, ૩, ૩, ૬, ૧ અને ર પરથી સાબિત થયા છે. ઉર્દૂમાં બે, ૩, , ૫ અને સ્ત્ર જેવા વ્યંજનો નથી તેમ જ એ સિવાયના સ્વર નથી, પણ તેને સાધવામાં આવે છે. વળી , ૩, ૫, , , ૭, ૮, અને 5 એવા જુદા ઉચ્ચારણવાળા ધ્વનિઓ પણ છે. - ઉર્દૂ લિપિના અક્ષર જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે, પરંતુ અંકચિત્ન ભારતીય મૂળનાં હોઈ એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાય છે.
અરબી-ફારસી લખાણમાં સુલેખનકલા(calligraphy)ની કેટલીક વિશિષ્ટ શૈલીઓ પ્રચલિત થઈ હતી. આ લિપિઓમાં અને બને ત્યાં સુધી એકબીજા સાથે જોડીને સળંગ કલમે લખવામાં આવે છે. અક્ષરોને જોડવા માટે જે રેખાઓ ખેંચવામાં આવે છે તેને “બંધ” (ligature ) કહે છે. આ બંધ દ્વારા સુલેખનની જુદી જુદી શૈલીઓ વિકસી.
અરબી લિપિમાં પહેલેથી બે પ્રકારના મરડ પ્રચલિત થયા-કૂફી અને નખ. ઇરાકમાં આવેલા કુફા શહેરમાં પ્રચલિત થયેલી કુણી શૈલીમાં અક્ષરો ઊભી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org