________________
૩૨
ભારતીય અભિલેખવિદ્યા
વિસ્તાર અને કાલ
આ લિપિને ઉપગ મર્યાદિત વિસ્તારમાં અને મર્યાદિત કાલમાં થયેલો છે.
ઈરાની સામ્રાજ્યની સત્તા ગાંધાર પ્રદેશમાં ઈ. પૂ. ૩૨૧ સુધી રહી છે દરમ્યાન ત્યાં ઈરાની ઢબના ચાંદીના ગોળ સિક્કા પડતા તેના પર બ્રાહ્મી લિપિને કે ખરેષ્ઠી લિપિને એકેક અક્ષર મુદ્રાંતિ કરાતો. આ સિકકા ઈ. પૂ. ૪થી સદીના ગણાય.
મૌર્ય રાજા અશોકના ચૌદ શૈલલેખોની બે પ્રત પેશાવર આસપાસના પ્રદેશમાં બે સ્થળોએ૮ ખરેષ્ઠી લિપિમાં કરેલી છે. આ લેખે લગભગ ઈ. પૂ. ૨૫૬ના છે.
મૌર્યકાલ પછી હિંદના આ પ્રદેશમાં બાલિક યવન, શક–પલવ, ક્ષત્રપ, કુષાણ વગેરે વિદેશી રાજવંશનું શાસન પ્રવત્યું. તેઓના સિક્કાઓની એક બાજુ પરનાં પ્રાકૃત લખાણ આ લિપિમાં કોતરાતાં. આ સિકકાઓને સમય ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી સુધીનો છે. એ વિદેશી રાજ્યોના કેટલાક અભિલેખ મળ્યા છે. આ લેખ ધાતુપત્ર, ધાતુપાત્ર, તકતીઓ, શિલાઓ અને મૂર્તિઓ પર કોતરેલા છે.૧૦ ને એ ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની પમી સદીના છે. ૧૧
ખરોષ્ઠી લિપિમાં લખાયેલા ઘણા અભિલેખ પ્રાચીન ગંધાર પ્રદેશમાં મળ્યા છે. આ પ્રદેશ સિંધુ નદીની બંને બાજુએ વિસ્તરેલો હતો. પશ્ચિમ ગંધારની રાજધાની પુષ્કલાવતી( હાલની ચારસદ્દા)હાલના પૂર્વ અફઘાનિસ્તાનમાં અને પૂર્વગંધારની રાજધાની તક્ષશિલા (હાલની શાહઢેરી) પશ્ચિમ પંજાબના ઉત્તર ભાગમાં આવેલી છે.
વળી અફઘાનિસ્તાનના એક તૃપમાંથી મળેલા ભૂપત્રો પર આ લિપિ વપરાઈ છે તેમ જ પોતાન(ચીની તુર્કસ્તાન)માંથી આ લિપિમાં લખાયેલી બૌદ્ધ “ ની હસ્તપ્રત મળી છે. આ પ્રત પ્રાયઃ ગંધારમાં કુષાણુ કાલ દરમ્યાન લખાઈ હતી. ચીની તુર્કસ્તાન(મધ્યએશિયા)માં લાકડાનાં પાટિયાં અને ચામડા પર લખેલાં ખરોષ્ઠી લખાણ પણ મળ્યાં છે.
ખરેષ્ઠી લિપિમાં લખેલા છૂટક લેખ ગંધાર પ્રદેશની બહાર મુલતાન પાસે ભાવલપુરમાં, મથુરામાં અને કાંગડા( હિમાચલ પ્રદેશોમાં મળ્યા છે. આમ ખરેષ્ઠી લિપિનો ઉપયોગ મુખ્યત્વે ગંધારના પ્રદેશમાં હતો ને એને પ્રસાર ગંધારની આસપાસના પ્રદેશોમાં પણ થયેલો.૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org