________________
ભારતીય અભિલેખવિદ્યા નહિ તે જો અને ન જેવા અક્ષરો વચ્ચે ગોટાળો થાય. ની માત્રા માટે બો ની માત્રામાં ડાબી બાજુએ વચ્ચે એક આડી રેખા ઉમેરાતી જેથી એમાં જમણી બાજુએ મા ની અને ડાબી બાજુએ ની માત્રા જોડાય. સંયુક્તાક્ષર
બ્રાહ્મી લિપિના સંયુક્તાક્ષરોમાં સામાન્ય રીતે પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષરને જોડવામાં આવતો ને એમાં નીચલા અક્ષરને કદમાં નાને લખવામાં આવતો. આ
૬ સાથેના સંયુકતાક્ષરોમાં વિલક્ષણતા રહેલી છે. અનુગ ને પૂર્વગ અક્ષરની નીચે જોડતાં ક્યારેક સ્વરમાત્રાને ભ્રમ થાય, તેથી તેને બદલે એ પૂર્વગ અક્ષરની ઊભી રેખામાં જ ૬ ને સર્પાકાર મરોડ મૂકી દેવામાં આવતો. કેટલીક વાર અનુગ અક્ષરની નીચે પૂર્વગ અક્ષર જોડવાને ઊલટો ક્રમ પણ જોવામાં આવે છે. એથી દા.ત. ૮ ને બદલે રસ, ૫ ને બદલે ત અને વ્ય ને બદલે સ્ત્ર જેનું વંચાય છે. અનુગ ૨ ને સ્થાને હંમેશાં પૂર્વગ; (રેફ) જોડેલો જોવામાં આવે છે, જેથી દા.ત. 2 ને બદલે ર્ત, ક ને બદલે ", a ને બદલે 4 અને સ્ત્ર ને બદલે ર્સ જેવું વંચાય છે. અન્ય ચિહ્નો
અનુસ્વાર માટે અક્ષરની ટોચની ઉપર જમણી બાજુએ એક બિંદુ મૂકવામાં આવતું. વિસર્ગનું ચિહ્ન મૌર્યકાલીન પ્રાકૃત લેખોમાં મળતું નથી, પરંતુ અનુકાલીન લેખો પરથી એ ચિહ્ન અક્ષરની જમણી બાજુએ હાલની જેમ બે બિંદુઓ રૂપે જેડાતું હોવાનું માલૂમ પડે છે. મૌર્યકાલીન બ્રાહ્મી લેખોમાં વિરામચિહ્ન ભાગ્યે જ મળે છે. આ ક્યારેક સ્વસ્તિકનાં ચિહ્ન તથા નં (= સં. = ૦) સંક્ષેપાક્ષર જોવામાં આવે છે. ૧ઇ મૌર્યકાલીન બ્રાહ્મી લિપિની અપ્રાદેશિકતા
મૌર્ય રાજા અશોકના અભિલેખ ભારતવર્ષના ઘણા પ્રદેશમાં મળ્યા છે. એ પરથી માલૂમ પડે છે કે એ કાલના બ્રાહ્મી લેખમાં દેશના જુદા જુદા પ્રદેશમાં લિપિને લગભગ એકસરખો મરોડ પ્રચલિત હતો. થોડા અક્ષરોના મરોડમાં વૈવિધ્ય જોવા મળે છે એ પ્રાદેશિકતાના સૂચક છે એવું કેટલાક વિદ્વાનોએ માનેલું, પરંતુ વિવિધ મરેડનો તુલનાત્મક અભ્યાસ કરતાં એના વૈવિધ્યમાં પ્રાદેશિક ભેદને આધાર રહેલો માલૂમ પડતો નથી. એ વૈવિધ્ય તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org