________________
ખરેષ્ઠી લિપિ
૩૫ * આ પરથી ખરેછી લિપિ ઈ. પૂ. પાંચમી સદી પછી ગંધાર પ્રદેશમાં અને એની આસપાસના વિસ્તારમાં શાથી પ્રચલિત બની તે સમજી શકાય છે. ઈરાની સામ્રાજ્યનું શાસન ઈ. પૂ. ૩૩૧માં લુપ્ત થયા પછી પણ આ લિપિ થોડા સૈકાઓ સુધી એ પ્રદેશમાં પ્રચલિત રહી. મૌર્યો, યવને, શક-પદ્દલ અને કુષાણોના શાસનકાલમાં સ્થાનિક લિપિ તરીકે ખરોષ્ઠી લિપિને ઉપયોગ ચાલુ રહ્યો. ત્રીજી સદી પછી એ ધીમે ધીમે લુપ્ત થતી ગઈ ને પાંચમી સદી પછી સદંતર લુપ્ત થઈ ગઈ.
અરમાઇક લિપિમાં જે સુધારાવધારા કરવામાં આવ્યા તે પણ પ્રાયઃ પ્રાકૃત ભાષામાં લખાતાં લખાણો માટે જ પર્યાપ્ત હતા, સંસ્કૃત ભાષામાં લખાતાં લખાણો માટે તો એમાં બી, , ક જેવા દીર્ઘ સ્વરોની તથા – સ્વરોનાં ચિહ્નોની તેમજ તેની સ્વરમાત્રાઓની ઊણપ રહેલી હતી.૨૦, આથી આ લિપિ સામાન્ય વપરાશ માટેની વ્યવહારુ લિપિ બની રહી ને એમાં પ્રસ્વ-દીર્ઘ ભેદ, અનુનાસિક ભેદ અને અલ્પપ્રાણ-મહાપ્રાણ સંયુક્તાક્ષરોને આગ્રહ રાખવામાં આવ્યો નહિ.
ખરેછી લિપિની ઉત્પત્તિ અરમાઇક લિપિમાંથી થઈ છે એવું સૂચન પહેલવહેલું ટોમસે કરેલું. ટેલર અને કનિંગહમે એને વધુ ચોક્કસ સ્વરૂપે આપ્યું. ડો. ગૂલરે એનું પૂર્ણ પ્રતિપાદન કર્યું. ૨૧ પંડિત ગૌરીશંકર ઓઝાએ પણ આ મત સ્વીકાર્યો છે. પરંતુ હૈ. પાંડેયે એ મતના મુદ્દાઓનું ખંડન કરી એવું પ્રતિપાદન કરવા પ્રયત્ન કર્યો છે કે ખરેછી લિપિ ઉત્તર-પશ્ચિમ ભારતમાં જ ઉત્પન્ન થયેલી ને અહીંથી આસપાસના પ્રદેશોમાં પ્રસરેલી. ૨૩
ખરષ્ટી અને અરમાઈક લિપિના કેટલાક અક્ષરે જ ખરું સામ્ય ધરાવે છે. કેટલાક બીજા અક્ષરોનું સામ્ય તો ગમે તેમ કરીને પ્રયત્નપૂર્વક બેસાડવામાં આવે છે એ ખરું છે, છતાં એ બંને લિપિઓમાં રહેલું લેખનદિશાનું તથા વળાંકદાર મરોડનું સામ્ય પણ સૂચક ગણાય. મા, , ; વગેરે દીર્ધસ્વરોનો અભાવ પ્રાકૃત ભાષાને લઈને છે એમ સ્વીકારવું મુશ્કેલ છે, કેમકે પ્રાકૃતમાંય એ દીર્ધસ્વરે પ્રચલિત છે. ગંધારપ્રદેશમાં અરમાઈક કે ખરેછી લિપિમાં ઈરાની સમ્રાટોના અભિલેખ મળ્યા નથી એ ખરું છે, પરંતુ એ પરથી ત્યાં તેઓની સત્તા પ્રસરી જ નહોતી એવું ધારવું અસ્થાને છે. હખામની સમ્રાટોના અભિલેખમાં ગંધાર અને સિંધુદેશનો ઉલ્લેખ ઈરાની સામ્રાજ્યના પ્રાંત તરીકે થાય છે. ગંધારમાં અરમાઈક અભિલેખ પણ મળ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org