________________
૪૬
ભારતીય અભિલેખવિદ્યા
-અક્ષરા મૂળાક્ષર જેવા લાગે છે, જ્યારે બીજા કેટલાક અક્ષરેામાં એમાં અમુક જુદા જુદા પ્રકારની માત્રાએ ઉમેરી જણાય છે. એના કેટલાક અક્ષર ચિત્રાત્મક છે; જ્યારે બીજા કેટલાક અક્ષર ભાવાત્મક, ન્યાત્મક કે શ્રુત્યાત્મક છે. ૧
સિંધુ અને એની આસપાસના પ્રદેશેામાં એ લિપિ લગભગ ઈ. પૂ. ૨૫૦૦ થી ૧૫૦૦ સુધી પ્રચલિત રહી, જ્યારે ભારતવર્ષમાં ઈ. પૂ. ૫૦૦ના સુમારથી બ્રાહ્મી લિપિ પ્રચલિત હતી. આ છે કાલ વચ્ચે લગભગ એક સહસ્રાબ્દીને ખાલી ગાળેા રહેલે છે, જે દરમ્યાન અહીં કેવી લિપિ પ્રચલિત હતી તે વિશે ખાસ કઈ જાણવા મળ્યું નથી છતાં ઈ. પૂ. બીજી ત્રીજી સહસ્રાબ્દીમાં અહીં જે લિપિ એક સહસ્રાબ્દી જેટલા લાંબા કાળ સુધી પ્રચલિત હતી, તે એ પછી એકાએક સમૂળી લુપ્ત થઈ ગઈ એવું ભાગ્યે જ સંભવે. વાં જે દેશની પ્રજા પાસે લેખનકળાનેા આવેા સમૃદ્ધ વારસા ાય તેને ઈ. પૂ. પહેલી સહસ્રાબ્દીમાં લેખન માટે કોઈ વિદેશી લિપિ અપનાવવી પડે એ પણ ભાગ્યે જ સભવે. આથી આરંભિક ઐતિહાસિક કાલની બ્રાહ્મી લિપિ આદ્ય-અતિહાસિક કાલની હડપ્પીય લિપિમાંથી ઉદ્ભવી હોય એવા સંભવ લક્ષમાં લેવાયા છે.
હડપ્પીય લિપિમાં ૧૦૦થી વધુ મૂળાક્ષરા છે, જ્યારે બ્રાહ્મી લિપિમાં એછામાં એછા ૪૬ મૂળાક્ષરો રહેલા છે. આ બે લિપિએના અક્ષરાના તુલનામક અભ્યાસ કરીને ડો. લેંડને બ્રાહ્મી લિપિના ૧૯ અક્ષરે( , ૩, ઉં, ત્રો, , પ, ૬, ૭, મૈં, ટ, ત, થ, મૈં, વ,,, ૬, ૭ અને ૬)ને હડપ્પીય લિપિના સદશ આકારના અક્ષરામાંથી ઉત્પન્ન થયેલા જણાવ્યા છે.૨૨ ડૉ. હન્ટર પણ બ્રાહ્મીને એ લિપિમાંથી ઉદ્ભવેલી માને છે.૨૩ આ બે લિપિઓના અમુક અક્ષરા સદશ આકાર ધરાવે છે એ ખરું છે, પરંતુ આ આકારસામ્યની સાથે અ સામ્ય પણ રહેલુ હશે કે કેમ એ તા હડપ્પીય લિપિના અક્ષરેા ઊકલે ત્યારે જ નક્કી થઈ શકે. છતાં ડૉ. સુનીતિકુમાર ચેટરજી નાંધે છે તેમ વ્યજતેનાં ચિહ્નોમાં સ્વરમાત્રાએ જેવાં ચિહ્ન ઉમેરવાના સિદ્ધાંત બ્રાહ્મી લિપિની જેમ હડપ્પીય લિપિમાં પણ જોવા મળે છે એ મુદ્દો એ બે લિપિઓ વચ્ચે રહેલા સબંધને સમર્થાંન આપે છે.૪ હડપ્પીય લિપિના અક્ષરોની સંખ્યા બ્રાહ્મી લિપિના અક્ષરાની સંખ્યા કરતાં ઘણી વધારે છે એ ખરું છે પરંતુ લાંબા ગાળે લિપિના પ્રકારનું સ્વરૂપ પલટાતાં પુરાતન લિપિના ખીજા અનેક અક્ષરે લુપ્ત થવા પામે એ અસંભવિત નથી. આપણા જ્ઞાનની વર્તમાન સ્થિતિમાં ભારતની આરંભિક ઐતિહાસિક કાલની બ્રાહ્મી લિપિ ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષ ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org