________________
બ્રાહ્મી લિપિ
૫૩ સંખ્યા સૂચક શબ્દસ કે
ધાર્મિક તથા શાસ્ત્રીય સાહિત્યને કંઠસ્થ રાખવાની પ્રથા વિશેષતઃ પ્રચલિત હોઈ ભારતમાં એની ઘણી કૃતિઓ પદ્યમાં રચાતી. પ્રથયાત્મક અભિલેખોની રચના પણ મોટે ભાગે પદ્યમાં થતી. આ પદ્યબદ્ધ લખાણમાં જ્યારે સંખ્યાઓ દર્શાવવાની જરૂર પડે ત્યારે એ એના સીધા સંખ્યાવાચક શબ્દોમાં દર્શાવવી મુશ્કેલ પડે છે. આથી એને બદલે સંખ્યા સૂચક શબ્દસંકેતો પ્રયોજવાની પદ્ધતિ પ્રચલિત થઈ એમાં નિયત સંખ્યા ધરાવતા પદાર્થો, વ્યક્તિઓ કે ભાવોને લગતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ગ્રહો, શરીરનાં અંગો, દેવતા-ગણો, છંદના ચરણના અક્ષરો, કુંડળીનાં સ્થાનોના વિષય, અંગ, ભૂગોળ, દર્શન, પુરાણો ઇત્યાદિને સવિશેષ ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં ઘણું સંખ્યાઓ માટે અનેક શબ્દસંકેતો મળે છે ને એમાંના ઘણા શબ્દો માટે સંસ્કૃતમાં અનેક પર્યાય ઉપલબ્ધ હોય છે. આથી પદ્યબદ્ધ રચના કરનારને જુદી જુદી સંખ્યાઓ દર્શાવવા માટે છંદની જરૂરિયાતને અનુકૂળ એવા નાનામોટા અનેક વૈકલ્પિક શબ્દ મળી રહે છે.
સંખ્યાસૂચક શબ્દસંકેતોનાં કેટલાક મહત્ત્વનાં ઉદાહરણ નીચે પ્રમાણે છે : ૦ શન્ય, બિંદુ, રંધ, આકાશ (ખ, ગગન, અંબર, અભ્ર, વિયત ,
વ્યોમ, નભ ઇ. પર્યાય), પૂર્ણ, અનંત વગેરે; ૧. આદિ, ચંદ્ર (શશી, ઈંદુ, વિધુ, શીતાંશુ, શીતરશ્મિ, સોમ, શશાંક,
મૃગાંક, સુધાંશુ, હિમકર, નિશાકર, ક્ષપાકર, અબ્ધ છે. પર્યા), પૃથ્વી (ભૂ, ભૂમિ, ક્ષિતિ, ધરા, ઉર્વરી, ગ, વસુધા, વસુંધરા, ક્ષમા, ક્ષિતિ, ધરણી, ઈલા, કુ, મહી, ગ ઈ. પર્યા), રૂપ, પિતામહ (બ્રહ્મા), નાયક, તનુ (કુંડળીનું પ્રથમ સ્થાન ) વગેરે; યમ (યમલ, યુગલ, યુગ્મ, ધ%), અશ્વિન (દસ, નાસત્ય), પક્ષ (પાંખ અથવા પખવાડિયું), ચક્ષુ (લોચન, નેત્ર, અક્ષિ, દૃષ્ટિ, નયન, ઈક્ષણ છે. પર્યાયો), કર્ણ (શ્રુતિ, શ્રોત્ર), હસ્ત (બાહુ, કર, પાણિ, દોસ્ , ભુજ છે. પર્યાય ), ઓષ્ઠ, કુચ, જધા, જાનુ, ગુફ, અયન,
કુટુંબ વગેરે; ૩. કાલ, લેક (ભુવન, જગત), ગુણ, અગ્નિલ (દ્ધિન, પાવક, વૈશ્વાનર,
દહન, તપન, અનલ, હુતાશન, વેલન, શિખી, કૃશાનું છે. પર્યાય), રામર, સહેદરક૭, શક્તિ, સંધ્યા, પુરુષ૪૪, વચન વગેરે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org