________________
બ્રાહ્મી લિપિ
૪૫
કેમકે ફિનિશિયન અર્થાત્ પણિ લોકો ભારતમાંથી જઈ ભૂમધ્ય સમુદ્રના તટે, વસ્યા હતા ને તેથી તેઓની લિપિ ભારતમાંથી ત્યાં ગઈ ગણાય. ઊલટું, સેમિટિક પ્રજાઓ વચ્ચે વસવાટ કરતાં તેઓને પોતાની લિપિમાં ઘણો ફેરફાર. કરવો પડ્યો. ૧૬
ઈ. પૂ. પમી સદી પહેલાંનાં બ્રાહ્મી લખાણ ઉપલબ્ધ થયાં નથી એ ખરું છે, પરંતુ તે પરથી ત્યારે એમાં કોઈ લખાણ લખાયાં જ નહિ હોય એમ ધારવા કરતાં બિનટકાઉ પદાર્થો પર લખાયેલાં ત્યારનાં લખાણ કાળબળે નષ્ટ થઈ ગયાં હશે એમ તારવવું વધુ ઉચિત ગણાય. સિંધુ સભ્યતાના અભિલેખાએ એ પહેલાં ઘણા લાંબા કાલથી અહીં લેખનકલા પ્રચલિત હોવાની પ્રતીતિ કરાવી છે.૧૭ દેશી ઉત્પત્તિ
. બ્રાહ્મી લિપિ આ દેશમાં જ ઉત્પન્ન થઈ હશે એવો તર્ક કેટલાક વિદ્વાન લાંબા સમયથી કરતા રહેતા.
એડવર્ડ ટોમસ જેવા કેટલાકે એવી કલ્પના કરી કે બ્રાહ્મી લિપિ સુવિકસિત સંસ્કૃતિ ધરાવતી દ્રવિડ પ્રજાએ શોધી કાઢેલી ને પછીથી ભારતમાં આવેલા આર્યોએ એ લિપિ દ્રવિડ પાસેથી અપનાવેલી.૧૮
પરંતુ દ્રવિડ લિપિઓ બ્રાહ્મીમાંથી ઉત્પન્ન થયેલી માલૂમ પડે છે ને તેમાં સહુથી પ્રાચીન એવી તમિળ લિપિમાં તો ઘણા ઓછા અક્ષર રહેલા છે. આથી બ્રાહ્મી લિપિ દ્રવિડ લિપિઓની દુહિતા નહિ પણ જનેતા ગણાય.
જનરલ કનિંગહમ, ડાઉસન, લાસ્પેન વગેરે વિદ્વાન બ્રાહ્મી લિપિ ભારતની દેશજ ચિત્રિલિપિમાંથી થઈ હોવાની અટકળ કરી.૧૯ ડે. ન્યૂલરે આવી લિપિની કોઈ નિશાની મળી ન હોવાના કારણે આ મતને તદ્દન અસ્વીકાર્ય ગણેલ.૨૦ પરંતુ એ પછી સિંધુપ્રદેશમાં ઈ. પૂ. બીજી–ત્રીજી સહસ્ત્રાબ્દીની ચિત્રલિપિમાં કોતરેલી સંખ્યાબંધ મુદ્રાઓ મળી છે. આથી બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ ભારતની એવી પુરાતન લિપિમાંથી થઈ હોવાનો સંભવ હવે ખાસ લક્ષમાં લેવા જેવો ગણાય છે.
હડપ્પીય મુદ્રાઓ, મુદ્રાંક અને તામ્રપાદિકાઓ પર સીધી આડી લીટીમાં જે ચિહ્ન કેરેલાં છે તે કઈ લિપિના અક્ષર હોવાનું સ્પષ્ટ છે. આ અક્ષરોની ઓળખ માટે દેશવિદેશના અનેક વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે પરંતુ હજી એને. સર્વમાન્ય ઉકેલ મળ્યો નથી. એના અક્ષરનું વગીકરણ કરતાં એમાં કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org