________________
૨૭
ભારતીય અભિલેખવિદ્યા મળ્યા છે.૨૯ આ સ્તરમાં દટાયેલી સભ્યતાને સમય લગભગ ઈ. પૂ. ૨૪૦૦ થી ઈ. પૂ. ૧૬૦૦ સુધીનો આંકવામાં આવ્યો છે.૩૦ આથી હવે ભારતમાં લેખનકલા ઈ. પૂ. ૫૦૦ પહેલાં ઈ. પૂ. ૧૦૦૦ કે ઈ. પૂ. ૧૫૦૦ જેટલા પ્રાચીનકાળમાં પ્રચલિત નહિ હોય એવી શંકા રહેતી નથી. ભારતમાં લેખનકલા ઓછામાં ઓછી લગભગ ઈ. પૂ. ૨૪૦૦થી તો પ્રચલિત હતી જ એ હવે નિર્વિવાદ છે. હડપ્પા અને મોહે દડોનાં ખંડેરેના ખોદકામમાં જે સહુથી નીચલા સ્તર સુધી ઉખનન થયું છે તે ત્યાંના વસવાટના સહુથી નીચલા સ્તર નથી, તેની નીચેના સ્તર હાલ અધસ્તલ જળની સપાટી નીચે ડૂબી ગયા છે ને એનું ઉખનન થઈ શક્યું નથી. આથી લેખનકલાનો પુરાવો ધરાવતા અવશેષ વધુ પ્રાચીન સ્તરમાં ય રહેલા હોય એવો સંભવ ખરો. આપણી હાલની જાણ મુજબ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા લગભગ ઈ. પૂ. ૨૪૦૦ સુધી દર્શાવી શકાય તેમ છે.
(૨) પ્રાચીન લિપિઓના ઉકેલનો વૃત્તાંત અગાઉ જણાવ્યા મુજબ ૧૪મી થી ૧૮મી સદી દરમ્યાન ભારતના અતિપ્રાચીન અભિલેખ વાંચી શકાતા નહિ, કેમકે ભાષાની જેમ લિપિમાં પણ ક્રમિક પરિવર્તન થયા કરે છે, ને લાંબા ગાળે લિપિના મરોડમાં એટલો બધે ફરક પડી ગયેલો કે ૯મી સદી પહેલાંના મરેડ ઓળખવા મુશ્કેલ હતા. ઉત્તરકાલીન બ્રાહ્મી લિપિ
૧૮મી સદીના અંતભાગમાં પશ્ચિમના વિદ્વાનોએ ભારતની પ્રાચીન અભિલેખો વાંચવા કોશિશ કરી, ત્યારે તેઓને પણ ૯મી સદી પહેલાંના લેખો વાંચવા મુશ્કેલ લાગ્યા. ૧૭૮૫માં કૅરિંગ્ટનને બુદ્ધગયા પાસે આવેલા બરાબર અને નાગાર્જની ડુંગરોમાં કંડારેલી ગુફાઓમાં ત્રણ નાના અભિલેખ મળ્યા, ત્યારે તે વાંચી શકાયા નહિ. આ લેખો વાંચવા માટે ચાર્લ્સ વિકિસે ચાર વર્ષ મહેનત કરી ને ૯મી સદીના અક્ષરોના મરોડ સાથે તુલના કરી કરીને એ લેખ ઉકેલવામાં સફળતા મેળવી. એ લેખ મૌખરિ વંશના રાજા અનંતવર્મા(પી– ૬ઠ્ઠી સદી)ના નીકળ્યા. આ ત્રણ નાના લેખો પરથી એ કાલની અધી વણ. માલાના અક્ષર જાણવા મળ્યા.૩૧
૧૮૧૮–૧૮૨૩ દરમ્યાન કર્નલ જેમ્સ ટેડે રાજસ્થાનના ઇતિહાસના અષણ માટે રાજસ્થાન-ગુજરાતમાં ઠેકઠેકાણે ફરીને અનેકાનેક અભિલેખોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org