________________
ભારતમાં લેખનકલાની પ્રાચીનતા...
૧૯
નિરક્ષર પ્રજામાં છંદોબદ્ધ સ્તાવે ભજના વગેરે શ્રવણ દ્વારા કંઠસ્થ થઈ શકે તે મો।ખક પર’પરા દ્વારા એ સાહિત્યનેા વારસેા પેઢીએ તે પેઢીએ લગી ચાલુ રહી શકે, પરંતુ ગદ્યમાં શબ્દબદ્ધ થયેલાં લાંબાં લખાણ્ સહુ સરખી રીતે કંઠસ્થ કરે ને એ લાંબાં ગદ્ય લખાણેાનું સાહિત્ય મૌખિક પરંપરા દ્વારા હજારા વર્ષ સુધી અક્ષરશઃ યથાતથ જળવાઈ રહે એ સ ંભવિત નથી. સંહિતાએના કેટલાક અંશ, બ્રાહ્મણેા તથા આરણ્યકેાનું વિપુલ સાહિત્ય અને કેટલાંક પ્રાચીન ઉપનિષદો ગદ્યમાં લખાયેલ છે તે હજારા વર્ષ સુધી અક્ષરશઃ યથાતથ જળવાઈ રહેલ છે. આટલું વિપુલ ગદ્યસાહિત્ય લિપિબદ્ધ થયા વિના માત્ર મૌખિક પરંપરા વડે આટલા લાંબે વખત અક્ષરશઃ જળવાઈ રહે નહિ.૨૫
આમ વૈદિક સાહિત્યમાં દેખા દેતે વ્યાકરણ, છંદઃશાસ્ત્ર, અંકવિદ્યા અને વિપુલ ગદ્યના વિકાસ ઋગ્વેદ સંહિતાના સમયથી ભારતમાં લેખનકલા પ્રચલિત હાવાની પ્રતીતિ કરાવે છે. આ અનુસાર ભારતીય સાહિત્ય દ્વારા ભારતમાં લેખનકલાની પ્રાચીનતા ઈ. પૂ. ૫૦૦ પહેલાં ય લગભગ ઈ. પૂ. ૧,૦૦૦ સુધી દર્શાવી શકાય છે.
તે! પછી ભારતમાં એટલાં પ્રાચીન લખાણ કેમ મળતાં નથી? પ્રાચીન કાલમાં ધાર્મિક તેમ જ શાસ્ત્રીય સાહિત્ય કંઠસ્થ રાખવાની ને શિક્ષણમાં એવુ વિતરણ મૌખિક પરંપરા દ્વારા કરતા રહેવાની પરિપાટી પ્રચલિત હતી એ વાત ખરી છે, પરંતુ એના અર્થ એવા નથી કે નવું રચાતું સાહિત્ય લિપિબદ્ધ થતું નહિં. વેદાંગમાં કંઠસ્થનેા પાઠ કરનારની સરખામણીએ ગ્રંથસ્થને પાઠ કરનારને ઊતરતી કક્ષાને ગણવામાં આવેલા,૨૬ પરંતુ એ જ બતાવે છે કે વેદસાહિત્ય ગ્રંથસ્થ પણ થતું હતું. ધાર્મિક સાહિત્યના સંક્રમણમાં લિખિત સામગ્રી કરતાં મૌખિક પરંપરાના મહિમા મનાતા, એથી એની પ્રતા ઘણી ઓછી લખાતી. વળી એ પ્રતેા ભૂજ પત્રા અને તાડપત્રા જેવા બિન-ટકાઉ પદાર્થો પર લખાતી તેથી આ દેશની આબેહવામાં અતિપ્રાચીન પ્રતા મેાજૂદ રહી નથી.૨૭ છતાં વૈદિક સાહિત્યના કાલમાં પણ અહીં લેખનકલા પ્રચલિત હતી એ નિશ્ચિત છે.૨૮
સિંધુ પ્રદેશની હડપ્પીય સભ્યતાની શોધ થતાં આ વિવાદગ્રસ્ત પ્રશ્ન ઊકલી ગયા છે. હડપ્પા, મેહેજોદડા વગેરે સ્થળેાએ મળેલાં મુદ્રાએ, મુદ્રાંક વગેરેમાં લખાણ મળ્યાં છે, તે એ લખાણવાળા અવશેષ એ નગરેના સહુથી નીચલા અર્થાત્ સહુથી પ્રાચીન સ્તર સુધીના વસવાટના સર્વ જ્ઞાત સ્તામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org