________________
ભારતમાં લેખનકલાની પ્રાચીનતા..
૧૭ છાંદોગ્ય ઉપનિષદમાં “અક્ષર' શબ્દ આવે છે એટલું જ નહિ, “ઈકાર', ઊકાર ” અને “એકાર” જેવા સ્પષ્ટતઃ લિખિત વણેને ઉલ્લેખ આવે છે. વળી સ્વરો, ઊમાઓ (ઉમાક્ષરો) અને સ્પર્શે સ્પર્શવષ્ણ)ને પણ ઉલ્લેખ થયા છે. એવી રીતે તૈત્તિરીય ઉપનિષદમાં “વર્ણ” તથા “માત્રા” શબ્દ પ્રજાયા છે. ૧૬
ઐતરેય આરણ્યકમાં ઉષ્મા, સ્પર્શ, સ્વર અને અંત:સ્થનું, વ્યંજન અને ઘોષનું, ણકાર તથા પકારના નકાર તથા સકારથી રહેલા ભેદનું તેમ જ સંધિનું વિવેચન મળે છે. આમાંના ઘણાખરા ઉલેખ શાંખાયન આરણ્યકમાં પણ છે. ૧૭
અતરેય બ્રાહ્મણમાં “૩% ” અક્ષર અકાર, ઉકાર અને મકારના સંયોગથી બન્યા હોવાનું બતાવ્યું છે. શતપથ બ્રાહ્મણમાં “એકવચન”, “બહુવચન' તથા પુલિંગ તથા સ્ત્રીલિંગ અને નપુંસકલિંગને ઉલ્લેખ આવે છે. વળી એમાં વાણીના નિર્વચન ( વ્યાકરણ)નો નિર્દેશ આવે છે.૧૮
તૈત્તિરીય સંહિતામાં વાણીના વ્યાકૃતીકરણ( વ્યાકરણ)ને કથાપ્રસંગ નિરૂપ્યો છે. ૧૯
આમ વ્યાકરણશાસ્ત્રનો તથા એના પારિભાષિક શબ્દોનો ઉલ્લેખ ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણો અને તૈત્તિરીય સંહિતામાં મળે છે. વાણીને મૌખિક ઉપયોગ નિરક્ષર પ્રજા કરી શકે છે, પરંતુ વ્યાકરણશાસ્ત્ર અને એની પરિભાષાનું જ્ઞાન અક્ષરજ્ઞાન વિના અસંભવિત છે. વ્યાકરણ જેવા શાસ્ત્રની ઉત્પત્તિ લેખનકલા પ્રચલિત થયા પછી જ સંભવે છે.૨૦
દાદિ સંહિતાઓનાં સૂક્તોની રચના પદ્યમાં થયેલી છે. “સર્વાનુક્રમણી'માં તથા સાયણભાષ્યમાં દરેક સૂક્તના છંદનો પરિચય આપવામાં આવ્યો છે. આવી પદ્યબદ્ધ રચના મૌખિક રીતે કોઈ નિરક્ષર કવિઓ પણ કરી શકે એ અસંભવિત નથી, પરંતુ વૈદિક સાહિત્યની અંદર પણ છંદોનાં નામ તથા લક્ષણ જણાવ્યાં છે. હદ સંહિતામાં ગાયત્રી, ઉણિ, અનુષ્ટ્રભુ , બહતી, વિરાજ, વિષ્ણુભ , અને જગતી છંદોનાં નામ મળે છે. વાજસનેયિ સંહિતામાં એ ઉપરાંત “પંક્તિ” છંદનું પણ નામ મળે છે તેમ જ દિપદા, ત્રિપદા, ચતુષ્પદા, પદા, કકુભ આદિ દેના ભેદ પણ બતાવ્યા છે. અથવવેદમાં જુદે જુદે ઠેકાણે કેટલાક છંદોનાં નામ આવે છે એટલું જ નહિ, એક જગ્યાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org