________________
ભારતમાં લેખનકલાની પ્રાચીનતા. બંભી (બ્રાહ્મી), ખટ્ટો (ખરેષ્ઠી), પુખરસારિયા (પુષ્કરસારિકા), દામિલી (દ્રાવિડી) વગેરે નામોનો સમાવેશ થાય છે. વળી એમાં “જવણાલિ” લિપિ જણાવી છે તે સ્પષ્ટતઃ “યવનાની” લિપિ છે. યવનોની લિપિના અર્થમાં
યવનાની’ શબ્દ પ્રચલિત હતો, તેને પ્રયોગ પાણિનિ-કૃત “અષ્ટાધ્યાયી”( ઈ. પૂ. પમી સદી)માં થયેલો છે.”
આમ ભારતમાં લિપિઓના ઉલ્લેખ છેક ઈ. પૂ. પમી સદીથી મળે છે. - (૧) ભારતમાં લેખનકલાની પ્રાચીનતા
છતાં ભારતમાં લેખનકલા વહેલામાં વહેલી કક્યારથી પ્રચલિત થઈ હશે એ બાબતમાં ઘણો મતભેદ રહેલો છે.
લિખિત સામગ્રીમાં હસ્તલિખિત લખાણ આ દેશની આબોહવામાં ઈ. પૂ. જેટલા પ્રાચીન કાલનાં મેજૂદ રહ્યાં નથી. અભિલેખમાં ઐતિહાસિક કાલમાં સહુથી જૂના લેખ મૌર્ય રાજા અશોક(ઈ. પૂ. ૩જી સદી)ને મળ્યા છે. એમાં કેટલાક અક્ષરના મરેડનું વૈવિધ્ય જોતાં એ લિપિસ્વરૂપના વિકાસને ઓછામાં ઓછા એક બે શતક જેટલો સમય લાગ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. વળી અશોક મૌર્યના રાજ્યકાલની પહેલાંના થોડાક અભિલેખ મળ્યા છે, જે ઈ. પૂ. પમી સદી સુધીના છે."
હવે પ્રાચીન સાહિત્યમાં મળતા લેખનકલાને લગતા ઉલ્લેખો જોઈએ. સિકંદરે ભારત પર ચડાઈ કરી (ઈ. પૂ. ૩૨૭–૩૨૫) તેને લગતી નોંધમાં તે સમયના સેનાપતિ નિઆર્ટોસે અહીંના લોકો રૂ અને ચીથરામાંથી કાગળ બનાવે છે એમ નોંધ્યું છે અને કટિ યસે અમુક વૃક્ષની (ભૂજવૃક્ષની) ત્વચાને લેખનસામગ્રી તરીકે ઉપયોગ થતો હોવાનું જણાવ્યું છે. વળી ચંદ્રગુપ્ત મૌર્ય (લગભગ ઈ. પૂ. ૩૨૨-૨૯૮)ના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગસ્થનીસે ત્યારે ભારતમાં ધર્મશાળાઓ વચ્ચેનું અંતર દર્શાવતી કોશ–શિલાઓ, પંચાગ પરથી વર્ષફલ વાંચવાનો રિવાજ, જન્મસમય પરથી તૈયાર થતી જન્મપત્રિકા અને ન્યાય આપવા માટેના આધારરૂપ સ્મૃતિ (સ્મૃતિગ્રંથ) હોવાનો ઉલ્લેખ કર્યો છે.
જૈન સાહિત્યમાં સહુથી પ્રાચીન એવા આગમ ગ્રંથમાં લિપિઓની યાદી આપી હોવાનો ઉલ્લેખ ઉપર કરેલો છે. - બૌદ્ધ સાહિત્યમાં સુરંત( સૂત્રાંત)માં ઉલિખિત અફખરિકા (અક્ષરિકા) નામે રમતમાં, વિનયપિટકમાં ઉલિખિત લેખ(લેખનકલા)માં, સુત્તપિટક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org