________________
ભારતીય અભિલેખવિદ્યા ૧૮૩૦માં જનરલ વેંટુરાએ માનિ ક્યાલા( જિ. રાવળપિંડી, પાકિસ્તાન)ના બૌદ્ધ સ્તૂપનું ખોદકામ કરતાં, એમાં આ લિપિવાળા કેટલાક સિક્કા અને બે લેખ મળ્યા. સર એલેકઝંડર બન્સ આદિ વિદ્વાને પણ આવા દૈલિપિક સિક્કા મળેલા, જેની એક બાજુ પર કોતરેલું ગ્રીક લખાણુ વંચાતું હતું, જ્યારે બીજી બાજુ પર કોતરેલું લખાણ ઉકલતું ન હતું.૮૪
ટેડે આ લિપિનાં લખાણોની ભાષા સાસાની ધારેલી, તો પ્રિન્સેપે ૧૮૩૩માં એક દૈલિપિક સિક્કા પરના એ લખાણની ભાષા પદલવી માની. વળી એવા એક બીજા સિકકા પરના લખાણની તથા માનિક્યાલા સ્તૂપના લેખની લિપિને પાલિ( બ્રાહ્મી)નો જ વળાંકદાર મરોડ હોવાની કલ્પના કરી. વધુ અભ્યાસ થતાં પ્રિન્સેપે આ કલ્પના છોડી દીધી. ૧૮૩૪માં આવા એક લેખની લિપિને એમણે વળી પલવી માની.૪૫
એવામાં આ લિપિના ઉકેલની ચાવી મેસનને સૂઝી. અફઘાનિસ્તાનના કાબુલ પ્રદેશમાં શોધખોળ કરતાં એમને એવા અનેક ટ્રિલિપિક સિક્કા મળેલા, જેમાંના ગ્રીક લખાણમાં વંચાતા મિનન્દર, અપોલોદોસ, હમિઅસ વગેરે નામ બીજી લિપિમાં ઊલટા ક્રમે વાંચી શકાતાં. Basileos અને Soteros જેવાં ગ્રીક બિરદોનું પ્રાકૃત ભાષાંતર કરતાં અને 5 વરસ જેવા શબ્દ પણ એમાં બંધ બેસતા હતા. આ પરથી એ લિપિની ભાષા પ્રાકૃત હોવાનું પણ જાણવા મળ્યું. ભેંસને પોતાના સંશોધનના પરિણામ પ્રિન્સેપને લખી જણાવ્યાં.૪૬
પ્રિન્સેપે આ સૂચના અનુસાર સિક્કા પરનાં લખાણ વાંચી જોયાં, તે તેમને એના આધારે ૧૨ રાજાઓનાં નામ તથા ૬ બિરદ વંચાયાં. આ પરથી એ લિપિના લખાણની દિશા જમણી બાજુથી ડાબી બાજુની હોવાની પ્રતીતિ થઈ પરંતુ એ પરથી એ લિપિ સેટિક વર્ગની જણાતાં એની ભાષા પલવી હોવાનું માન્યા કર્યું. આને લઈને પ્રિન્સેપને આ લિપિના અક્ષર બરાબર બંધ બેસતા નહિ.૪૭
આખરે ૧૮૩૮માં બે ભારતીય-ગ્રીક રાજાઓના સિક્કા પરનું લખાણ પ્રાકૃતમાં હોવાની પ્રતીતિ થતાં તેમની ભાષાને લગતો ભ્રમ દૂર થશે ને પ્રાકૃત ભાષા પ્રમાણે વાંચતાં તેમને આ લિપિના ૧૭ અક્ષર બંધ બેઠા.૪૮
આગળ જતાં નોરિસે બીજા છ અક્ષર ઓળખ્યા ને જનરલ કનિંગહમે બાકીના અક્ષર ઓળખ્યા. આ રીતે સિકકાઓ પરના અક્ષરોની વર્ણમાલા પૂરી થઈ. આ લિપિનું નામ ખરોષ્ઠી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org