________________
ભારતમાં લેખનકલાની પ્રાચીનતા..
૨૭ વળી આ લિપિનાં ચિહ્નોમાં શાક્ત કે તાંત્રિક સંપ્રદાયમાં હોય છે તેવાં ગૂઢ સંકેતચિહ્ન ઘટાવીને એનાં લખાણોને વાંચવાનો દાવો કર્યો છે, પરંતુ એ મંતવ્ય પણ પ્રતીતિજનક નીવડ્યાં નથી. ભારતના તેમ જ વિદેશના કેટલાક બીજા વિદ્વાનો આ લિપિનો ભેદ ઉકેલવા પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે ને અવારનવાર કોઈ ને કોઈ વિદ્વાનને એ ઉકેલ મળ્યો હોવાનો દાવો રજૂ કરવામાં આવે છે. પરંતુ કમભાગ્યે હજી આ લિપિનાં ચિહ્ન ઉકેલવામાં સહુને પ્રતીતિ થાય ને સ્વીકાર્ય નીવડે તેવી સિદ્ધિ કોઈ ને સાંપડી નથી. ભવિષ્યમાં કાંતો એક વાગ્યે લિપિ અને આ અવાચ્ય લિપિ ધરાવતા દૈલિપિક લેખ મળે અથવા ઐતિહાસિક કાલની લિપિ સાથે અનુસંધાન દર્શાવતાં અંતરાલ સ્વરૂપ દર્શાવતા વચગાળાના લેખ મળે, ત્યારે જ હડપ્પીય લિપિનાં ચિહ્ન સંતોષકારક રીતે ઊકલશે. નામાભિધાન
ભારતના એતિહાસિક કાલનાં પ્રાચીન લખાણોમાં મુખ્ય બે લિપિ પ્રજાઈ છેઃ એકમાં લીટીઓ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાતી, જ્યારે બીજીમાં એ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાતી. ચીની બૌદ્ધ વિશ્વકોશ “ફાયુઅન–સુ-લિન (ઈ. સ. ૬૬૮)માં જણાવ્યું છે કે લેખનકલાની શોધ દેવી શક્તિ ધરાવતા ત્રણ આચાર્યોએ કરી. એમાં સહુથી પ્રસિદ્ધ બ્રહ્મા છે, જેમની લિપિ ડાબી બાજુથી જમણી બાજુ લખાય છે. એમના પછી ખરે ઠ] છે, જેમની લિપિ જમણી બાજુથી ડાબી બાજુ લખાય છે. સહુથી ઓછા મહત્વના સં-કી છે, જેમની લિપિ ઉપરથી નીચે લખાય છે. આમાં બ્રહ્મા અને ખરેષ્ઠ ભારતમાં થયા અને સં–કી ચીનમાં પ૩ આ પરથી ભારતીય પ્રાચીન લિપિઓમાં જુદી જુદી લેખનદિશાઓ ધરાવતી બંને લિપિઓનાં નામ જાણવા મળે છે. અશોક મૌર્યના ઘણા અભિલેખોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાતી લીટીઓવાળી જે લિપિ છે તેનું નામ બ્રાહ્મી, જ્યારે એના બે અભિલેખોમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફની લેખનદિશા ધરાવતી લિપિ છે તેનું નામ ખરોષ્ઠી.
જેન તથા બૌદ્ધ સાહિત્યમાં આપેલી લિપિઓની યાદીઓમાં સહુથી પહેલું નામ બ્રાહ્મીનું આપ્યું છે. ભારતીય અભિલેખોમાં તથા હસ્તપ્રતોમાં આ લિપિ જ વ્યાપક પ્રમાણમાં પ્રયોજાઈ છે ને ભારતની લગભગ બધી અર્વાચીન લિપિઓ આ લિપિમાંથી ઊતરી આવી છે.
બૌદ્ધ “લલિતવિસ્તરમાં આપેલી યાદીમાં બ્રાહ્મી પછી તરત જ ખરોષ્ઠી લિપિ ગણાવી છે. જેના આગમગ્રંથમાં આપેલી યાદીમાં આ લિપિને બીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org