________________
૨૫
ભારતમાં લેખનકલાની પ્રાચીનતા..
અશોકના ચૌદ ધર્મલેખોની વાયવ્ય સરહદ પાસે કોતરેલી બે પ્રત ખરોષ્ઠી લિપિમાં મળી, જ્યારે એની બીજી પ્રતો બ્રાહ્મી લિપિમાં છે. એવી રીતે કાંગડા પ્રદેશમાં પણ બ્રાહ્મી અને ખરેષ્ઠીમાં કૅલિપિક લેખ મળ્યા. આ લાંબા લેખના આધારે ખરોષ્ઠી લિપિની વર્ણમાલામાં સુધારાવધારા થયા ને હવે એ વર્ણમાલાને પૂર્ણ સ્વરૂપ મળ્યું. શક રાજાઓ તથા ક્ષત્રપોના ખરોષ્ઠી લેખ હવે સરળતાથી વંચાયા. ખરોષ્ઠી લિપિમાં લખેલી બૌદ્ધ ગ્રંથ ધામ ની એક હસ્તપ્રત બોતાનમાંથી મળી તે પણ સહેલાઈથી વંચાઈ૫૦.
આમ ખરોષ્ઠી લિપિ ઉકેલવામાં પણ પ્રિન્સેપે ઘણો મોટો ફાળો આપેલો.
હડપ્પીય સભ્યતાની લિપિ
હડપ્પા અને મોહેંજો-દડો જેવાં સ્થળોએ સાંપડેલાં હડપ્પીય સભ્યતાનાં નગરોમાં મળેલાં મુદ્રાઓ, મુદ્રાંકો અને તામ્રપાદિકાઓમાં જે લખાણ કોતરેલાં કે મુદ્રાંકિત કરેલાં છે તેની લિપિ ઉકેલવા માટે પાશ્ચાત્ય તથા ભારતીય વિદ્વાનોએ ઘણો પ્રયત્ન કર્યો છે. આ લખાણોમાં આવતાં જુદા જુદાં ચિનનું વગીકરણ કરી એના મૂળાક્ષરોની તથા એમાં ઉમેરાયેલાં માત્રાચિહ્નોની ગણતરી કરવાની કોશિશ થઈ છે. ડો. હન્ટરે કરેલા પૃથક્કરણ તથા વર્ગીકરણમાં જોડાક્ષર ન હોય તેવા અક્ષરોની કુલ સંખ્યા ૨૩૪ થઈ છે ને એમાં મૂળાક્ષરોની સંખ્યા ૧૦૨ છે.૫૦ અ આ મૂળાક્ષરોમાં સ્વરચિહ્નો કે સ્વરભારચિહ્નો જેવાં ચિહ્ન ઉમેરેલાં જણાય છે. અક્ષરોમાંના કેટલાક ચિત્રાત્મક છે. એ અક્ષરોના આકાર પરથી એને તે તે પદાર્થના તક માનવામાં આવ્યા છે. દા.ત., મનુષ્ય, નગર, ઘર, કેદી, ધનધારી, પક્ષી, મત્સ્ય વગેરે. અનેક શબ્દોને અંતે આવતી અમુક સંજ્ઞાઓને વિભક્તિના પ્રત્યય ધારવામાં આવ્યાં છે. આ લિપિમાંના ઘણા અક્ષર ચિત્રાત્મક ન હોઈ આ લિપિનું સ્વરૂપ પૂર્ણતઃ ચિત્રાત્મક રહ્યું ન હોવાનું માલૂમ પડે છે. કેટલાક એમાં ભાવાત્મક તથા વન્યાત્મક ચિહ્નો હોવાનું ધારે છે, તો કઈ એને મુખ્યતઃ ત્યામક માને છે. ગમે તેમ, ચિહ્નોની સંખ્યા પરથી ફલિત થાય છે કે આ લિપિ જેમ પૂર્ણતઃ ચિત્રાત્મક નથી તેમ બ્રાહ્મી વગેરેની જેમ પૂર્ણતઃ વર્ણમક પણ નથી.૫૧
અક્ષરના મરોડ પરથી તેમ જ એના ક્રમ પરથી આ લિપિના લખાણની દિશા નકકી કરવા પ્રયત્ન થયે છે. એના અક્ષર ઉપરથી નીચે જતા મરોડના છે ને એ આડી લીટીમાં લખાય છે. આ લિપિનાં લખાણ મોટે ભાગે એક નાની લીટી જેટલાં, કેટલીક વાર સવા કે દોઢ લીટી જેટલાં ને કવચિત્ ત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org