________________
ભારતીય અભિલેખવિદ્યા. લીટી જેટલાં ટૂંકા છે. આમાંનાં એક લીટીનાં લખાણ જમણુ બાજુથી ડાબી. બાજુ તરફ અર્થાત્ ખરોષ્ઠી તથા ઉર્દૂની જેમ લખાતાં, જ્યારે લખાણ બે લીટીનાં હોય તો તેની પહેલી લીટી જમણી બાજુથી ડાબી બાજુ અને બીજી લીટી ડાબી બાજુથી જમણી બાજુ લખાતી એવું સંભવિત લાગ્યું છે.૫૨ આ પદ્ધતિમાં કલમ જમણાથી ડાબી અને ડાબીથી જમણી બાજુ તરફ સળંગ ચાલુ રહે છે. ખેતર ખેતી વખતે બળદ દર ચાસે દિશા ઉલટાવતો રહી સળંગ કદમ ભરે છે તેમ આ લિપિમાં દર લીટીએ દિશા ઉલટાવીને કલમની સળંગ ગતિને સતત ઉપયોગ કરવામાં આવે છે. આથી આ પદ્ધતિને “boustrophedon” અર્થાત બલીવદ–આવર્તન” પદ્ધતિ કહે છે.
આ લિપિની સંજ્ઞાઓને ઉકેલવાનો પુરુષાર્થ ઘણા વિદ્વાન કરતા રહ્યા છે. હડપ્પીય સભ્યતા મુખ્યત્વે દ્રાવિડ પ્રજાની હોવાનું ધારીને કેટલાકે એના આકારનાં પ્રાચીન તમિળ નામો પરથી લખાણનો અર્થ તારવવા પ્રયત્ન કર્યો છે; ને એમાં અમુક અમુક માનવજાતિઓ વચ્ચેના સંધિવિગ્રહની ઘટનાઓનો નિર્દેશ હોવાનું બંધ બેસાડ્યું છે. કોઈ લેખોમાં તો પદ્ય-રચના દર્શાવી એની માત્રાગણના ય કરી છે ! પરંતુ દ્રાવિડ ભાષાઓનું એટલું પ્રાચીન સ્વરૂપ હાલ ઉપલબ્ધ રહ્યું નથી. વળી પ્રાચીન એતિહાસિક કાલથી તો એ ભાષાઓનાં લખાણ પણ બ્રાહ્મી લિપિમાં જ લખાતાં હોવાનું માલૂમ પડે છે.
બીજા કેટલાક વિદ્વાનોએ આ લખાણોની ભાષા વૈદિક સંસ્કૃત જેવી હોવાનું ધાર્યું છે ને આ લિપિનાં ચિહ્નોને બ્રાહ્મી લિપિનાં પ્રાચીનતમ ચિહ્નો અનુસાર ઉકેલવા કોશિશ કરી છે.પરઆ આ લિપિનાં કેટલાંક ચિહ્ન બ્રાહ્મી લિપિના અમુક અક્ષરો સાથે આકારસામ્ય ધરાવે છે તેમ જ બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ મૂળાક્ષરોમાં અંતર્ગત ચિહ્નો ઉમેરવાની પદ્ધતિ દેખા દે છે. વળી અતિહાસિક કાલની એ પ્રાચીનતમ ભારતીય લિપિ આદ્ય ઐતિહાસિક કાલની આ અણઊકલી લિપિમાંથી ઊતરી આવી હોય એ ઘણું સંભવિત છે. છતાં આ બે લિપિઓનાં ઉપલબ્ધ લખાણો વચ્ચે હજારેક વર્ષને લાંબો ગાળો રહેલો છે ને અંતરાલ સ્વરૂપ દ્વારા એ બે લિપિઓ વચ્ચેના આંતરિક સામ્યની પ્રતીતિ થતી નથી.
આ લિપિને અન્ય પ્રાચીન દેશની સમકાલીન લિપિઓ સાથે સરખાવીને પણ એને ઉકેલવાના તર્કવિતર્ક કરવામાં આવ્યા છે. પરી પરંતુ એમાંની કોઈ પુરાતન લિપિ સાથે આ લિપિનું પ્રતીતિજનક સ્રામ્ય નીકળ્યું નથી. કેટલાકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org